Home /News /gujarat /બેવડી આફત : ગુજરાત માટે બે દિવસ હજી ભારે! પૂરના પ્રલય વચ્ચે સમુદ્ર પણ મચાવી શકે છે 'તાંડવ'
બેવડી આફત : ગુજરાત માટે બે દિવસ હજી ભારે! પૂરના પ્રલય વચ્ચે સમુદ્ર પણ મચાવી શકે છે 'તાંડવ'
દક્ષિણ ગુજરાતમાં પૂરના પ્લય વચ્ચે દરીયાઈ તોફાનનો ભય
Gujarat Rain Forecast : દરિયાદેવે ડર પેદા કર્યો છે. દક્ષિણ ગુજરાતનો દરિયો 13 જુલાઈથી તોફાની બની શકે છે. 3 દિવસ સુધી દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠી શકે છે. જો એવું થશે તો દક્ષિણ ગુજરાતના નદીકાંઠાના વિસ્તારોની હાલત વધુ કફોડી બની શકે છે.
Gujarat Rain Forecast : ગુજરાત પર તોળાઈ રહી છે બેવડી આફત. હજુ 4 દિવસ જે સંભાવનાઓ છે એ સાચી પડશે તો ડૂબવાનું નક્કી જ સમજો. કારણ કે મેઘરાજાના પ્રકોપ બાદ હવે દરિયાદેવ પણ ડરામણું રૂપ ધારણ કરવા જઈ રહ્યા છે. એક બાજુ ટેર ટેર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે દરિયો પણ તોફાની બનશે તો ભારે તાબાહી સર્જાઈ શકે છે. તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે, કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
અષાઢમાં મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કર્યું, અને સંકટમાં મૂકાઈ ગઈ છે લાખો જિંદગી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જે રીતે બે દિવસથી મેઘરાજા કોપાયમાન બન્યા છે એ પ્રકોપ વચ્ચે ફસાયેલા લોકો સ્થાનિક તંત્ર અને NDRF, SDRFની મદદથી સલામતીની શોધમાં છે ત્યાં જ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક ખતરનાક આશંકા. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં લોકમાતાનું પાણી ક્યાંય સમાતું નથી. ત્યાં જ દરિયાદેવે ડર પેદા કર્યો છે. દક્ષિણ ગુજરાતનો દરિયો 13 જુલાઈથી તોફાની બની શકે છે. 3 દિવસ સુધી દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠી શકે છે. જો એવું થશે તો દક્ષિણ ગુજરાતના નદીકાંઠાના વિસ્તારોની હાલત વધુ કફોડી બની શકે છે. કારણ કે એક તરફ ઓરંગા, દમણગંગા, કાવેરી, અંબિકા, પૂર્ણા, પાર સહિતની નદીઓ જોરદાર તાંડવ મચાવી બધુ જ તાણી જવા પર ઉતારુ થઈ છે. ત્યારે 13 જુલાઈથી દરિયામાં ઝટકો આપતો કરંટ જોવા મળી શકે છે. પરિણામે નદીઓનું પાણી સમુદ્રમાં સમાશે નહીં અને કાંઠા વિસ્તારને ડૂબાડી શકે છે.
સંકટ એટલા માટે વધુ છે કેમ કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે. સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે.
સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે. જોકે, પરંતુ જ્યારે બેવડી આફત હોય ત્યારે પ્રલયકારી પૂરની સંભાવના વધી જાય છે.
વરસાદની સ્થિતિને લઈને ભાજપ પ્રમુખ એક્શનમાં જોવા મળ્યા છે. સી.આર.પાટીલે આ અંગે ભાજપના નેતાઓ સાથે કરી બેઠક કરી છે. વરસાદને લઈને સ્થિતિનો તાગ મેળવ્યો. અસર ગ્રસ્તોને સહાય કરવા અપીલ કરી તો ગુજરાતમાં વરસાદને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે ટવીટ કરતા નેતાઓ અને કાર્યકરોને ફિલ્ડમાં રહેવા આદેશ કર્યો અને જરૂર જણાય તો ભાજપ કાર્યલાયનો સંપર્ક કરવા પણ અપીલ કરી, તો આ માટે ભાજપ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર