Home /News /gujarat /

કમોસમી વરસાદનો માર, વેરાવળ APMCમાં 2,000 ગુણી મગફળી પલળી જતા નુકસાન

કમોસમી વરસાદનો માર, વેરાવળ APMCમાં 2,000 ગુણી મગફળી પલળી જતા નુકસાન

તાડપત્રીમાં ઢાંકી હોવા છતાં અનેક બોરીઓ પલળી, ખેડૂતો અને વેપારીઓને નુકસાનીની આશંકા

તાડપત્રીમાં ઢાંકી હોવા છતાં અનેક બોરીઓ પલળી, ખેડૂતો અને વેપારીઓને નુકસાનીની આશંકા

    રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસર હેઠળ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં એક પછી એક ચક્રાવાતો સિસ્ટમ સર્જી રહ્યા છે અને તેના કારણે રાજ્યમાંથી કમોસમી વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચોમાસું પાકની નિષ્ફળતાનો માર સહન કરી રહેલા ખેડૂતો અને વેપારીઓને માગશરનું માવઠું પડ્યા માથે પાટું સમાન છે. દરમિયાન છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વાર APMCમાં રાખેલી મગફળી પલળી ગઈ છે.


    જિલ્લાના વડા મથક વેરાવળના કાજલી નજીક આવેલા APMCમાં ખુલ્લામાં પડેલી અને તાડપત્રીમાં ઢાંકેલી આશરે 2,000 બોરી મગફળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાની જાય તેવી ભીતિ છે. વરસાદ પડતાની સાથે જ યાર્ડમાં ઠેરઠેર મગફળી તરવા લાગી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા


    માર્કેટિંગ યાર્ડમાં તાડપત્રી હતી તેમ છતાં વ્યવસ્થાના અભાવે ખેડૂતો અને વેપારીઓને મગફળી પલળી જતા આ નુકસાની કોણ ભરપાઈ કરશે તેવા સવાલો સર્જાઈ રહ્યા છે. યાર્ડના કમ્પાઉન્ડમાં પડેલી મગફળીને વરસાદ વરસતા તાત્કાલિક સ્થળાંતરિત કરવાની ફરજપડી હતી.


    રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભર શિયાળે વાવાઝોડા સાથે વરસાદ વરસવા લાગ્યો છે. જેને પગલે મોટાપાયે ખેતીને નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે, અને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો જોઈએ કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ સર્જાયો છે.


    ચોસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, હવે ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટા પાયે નુકશાન પહોંચે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શિયાળામાં વરસાદ પડતા શહેરીજનો ઠંડીથી ઠુંઠવાયા છે તો ખેડૂતોના માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જાકળ સાથે ગુલાબી ઠંડી પડતા રોજિંદા જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन