Home /News /gujarat /Alert : રજાઓમાં દરિયાકાંઠે જવાનો પ્લાન હોય તો સાવધાન! રાજ્યના દરિયા તોફાની બન્યા
Alert : રજાઓમાં દરિયાકાંઠે જવાનો પ્લાન હોય તો સાવધાન! રાજ્યના દરિયા તોફાની બન્યા
દરિયા કિનારે જવાનો પ્લાન હોય તો સાવધાન
Gujarat Rain Update : હાલ જે પ્રમાણે દરિયા માં મોજા ઓ ઉછળી રહ્યા છે તે જોતાં દરિયા કિનારે જવું ખતરાથી ખાલી નથી. બીજી તરફ માછીમારો ને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
અમદાવાદ : રાજ્યમાં મેઘરાજા (Gujarat Rain Update) ની બેટીંગ યથાવત છે. થોડા વિરામ બાદ ફરી મેઘરાજાએ અનેક વિસ્તારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ બધા વચ્ચે હાલમાં શ્રાવણ મહિનાના તહેવારોની રજાની પણ મોસમ ચાલી રહી છે, તો જો તમે રજાઓમાં દરિયાકાંઠે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો સાવધાન રહેજો, કારણ કે, હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ રાજ્યના તમામ દરિયા કિનારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને પગલે કોઈ જાનહાની ન સર્જાય તે માટે તંત્રએ 3 નંબરના સિગ્નલ લગાવ્યા છે.
દરિયા તોફાની બન્યા
રાજ્યમાં દરિયા તોફાની બન્યા છે. જેથી તંત્ર દ્વારા દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદી વાતાવરણ છવાતા બંદરો પર 3 નંબરના સિગ્નલ લગાવાયા છે. રક્ષાબંધનની રજાઓમાં જો તમારે દરિયાકિનારે જવાનું આયોજન હોય તો સાવધાન રહેજો.
આ તમામ બીચો પર નાહવા પર પ્રતિબંધ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે દરિયાએ પણ પોતાનું રૌદ્ર રુપ બતાવ્યું છે. ગીર સોમનાથ અને દીવના દરિયામાં ભારે કરંટ સાથે ઊંચા ઊંચા મોજા ઓ ઉછળી રહ્યા છે. દીવના નાગવા બીચ, જલંધર બીચ, ઘોઘલા બીચ સહિત સોમનાથ નજીક આવેલો બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ હાલ આ તમામ બીચો પર નાહવા પર પ્રતિબંધ મુકાયો છે.
દરિયા કિનારે જવું ખતરાથી ખાલી નથી
હાલ જે પ્રમાણે દરિયા માં મોજા ઓ ઉછળી રહ્યા છે તે જોતાં દરિયા કિનારે જવું ખતરાથી ખાલી નથી. બીજી તરફ માછીમારો ને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, તેમ છતાં ગીર સોમનાથ ના દરિયા માં બે બોટો હિલોળા લેતી જોવા મળી હતી. દરિયામાં ભારે કરંટ અને મોજા હોવા છતા આ રીતે માછીમારી કરવી એ જોખમી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ
આ તરફ અમરેલીના જાફરાબાદનો દરિયો પણ તોફાની બન્યો છે. જાફરાબાદના દરિયાકાંઠે 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કાંઠા વિસ્તારમાં પવનની ઝડપ વધતા દરિયામાં ગયેલી અન્ય રાજ્યોની બોટ કિનારે પરત ફરી. મહારાષ્ટ્રની 30 બોટોએ જાફરાબાદમાં આશરો લેવાની ફરજ પડી છે. હાલમાં માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે.
દરિયામાં કરંટ જોવા મળતા રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જૂનાગઢના માંગરોળમાં પણ તકેદારી વધારાઈ છે. માછીમારી કરવા ગેયલી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. માંગરોળના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખબાકતા દરિયામાં કંરંટ જોવા મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર