રાહુલ, પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે, પ્રિયંકા ગાંધી સોમનાથ,અંબાજી જશે

News18 Gujarati
Updated: April 4, 2019, 4:05 PM IST
રાહુલ, પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે, પ્રિયંકા ગાંધી સોમનાથ,અંબાજી જશે
રાહુલ અને પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભા નીમિતે જુદા જુદા જિલ્લાઓમાં સભા ગજવશે, પ્રિયંકા આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરશે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ભાજપ- કોંગ્રેસના નેતાઓ સભાને સંબોધન કરશે. કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રચારનો તખ્તો ઘડવામાં આવ્યો છે. રાહુલ ગાંધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 5 સભા સંબોધશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. પ્રિયંકા આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરશે.

આ પણ વાંચો: રાજકોટ : જે લેઉવા પાટીદારોની મીઠપ મેળવશે એ કડવો પાટીદાર જીતશે!

પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા પ્રિયંકા ગાંધીના સોમનાથ અને અંબાજીના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રથમ વાર ગુજરાતમાં સોમનાથ મહાદેવ અને અંબાજીના દર્શન કરશે. અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતના ધર્મ સ્થાનોની મુલાકાતો લીધી હતી. રાહુલ ગાંધીએ પણ પહેલી જ વાર સોમનાથના દર્શન કર્યા હતા અને ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લામાં ભાજપે તમામ બેઠકો ગુમાવી હતી.

આ પણ વાંચો:  આણંદ : ભરતસિંહ સોલંકી અને ભાજપ બંને માટે ખરાખરીનો જંગ!

ઉલ્લેખનીય છે કે ગત મહિને કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ અમદાવાદના ત્રિમંદિર ખાતેથી પ્રિયંકાએ ગુજરાતની અને દેશની પ્રથમ ચૂંટણી લક્ષ સભાને સંબોધી હતી.
First published: April 4, 2019, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading