Home /News /gujarat /

કચ્છમાં રાહુલે કહ્યું, તમે લોકોએ મારી આદત બગાડી દીધી છે, મારૂં વજન વધી ગયું છે

કચ્છમાં રાહુલે કહ્યું, તમે લોકોએ મારી આદત બગાડી દીધી છે, મારૂં વજન વધી ગયું છે

રાહુલ ગાંધી આજે ફરીથી ગુજરાત પ્રવાસે હતાં. આજે રાહુલે કચ્છમાં સભા સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે કાલે મારી બહેન (પ્રિયંકા ગાંધી) ઘરે આવી હતી. તેણે મને કહ્યું કે કિચનમાં તો બધું ગુજરાતી જ છે. ગુજરાતી ખાખરા, અથાંણું, સિંગગાણા. તમે લોકોએ મારી આદત બગાડી દીધી છે મારું વજન વધી ગયું છે.

રાહુલે કહ્યું કે હું મોદીજીનું ભાષણ સાંભળી રહ્યો છું, તેમના ભાષણમાં 60 ટકાથી વધારે વાતો મારા અને કોંગ્રેસ પર જ હોય છે. આ ચૂંટણી કોંગ્રેસ કે બીજેપી વચ્ચેની નથી, પરંતુ ગુજરાત અને અહીંયાના લોકોના ભવિષ્ય માટે છે. સ્પષ્ય છે કે કેટલાક દિવસોમાં રાહુલ કોંગ્રેસના અધ્યક્ષ બની જશે, જેનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે.રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ રદ થયો છે. ગુજરાતમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે આગામી પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જેથી રાહુલ ગાંધી ભૂજથી દિલ્લી જવા માટે રવાના થયા છે. ખરાબ વાતાવરણ અને મોસમ વિભાગની આગાહીને ધ્યાને રાખીને રાહુલે તમામ સભાઓ રદ્દ કરી છે. મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતેની જાહેરસભાઓ મોકૂફ રાખવામાં આવી છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, રાહુલ ગાંધી

આગામી સમાચાર