Home /News /gujarat /સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે આ કલમો હેઠળ નોંધાયો છે કેસ, શું છે સજાની જોગવાઈ?

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે આ કલમો હેઠળ નોંધાયો છે કેસ, શું છે સજાની જોગવાઈ?

રાહુલ ગાંધી સુરત કેસ

Rahul Gandhi, Surat Defamation Case: રાહુલ ગાંધી સામે સુરતની કોંર્ટમાં થયેલા બદનક્ષીના કેસમાં તેઓ હાજર થવાના છે. આજે આ કેસમાં કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. આવો ત્યારે અહીં રાહુલ ગાંધી સામે થયેલા કેસની વિગતો જાણીએ અને તેમાં કેવી જોગવાઈ છે તેની વિગતો પણ રજૂ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજે સુરત ખાતે બદનક્ષી કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહેશે.આ કેસમાં સુરત કોર્ટ આજે ચુકાદો જાહેર કરી શકે છે. રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન મોદી અટક પર જે ટિપ્પણી કરી હતી તેની સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં આજે સુરતની કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં અરજદાર ભાજપના નેતા પુર્ણેશ મોદી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવી શકે છે.

શું છે રાહુલ ગાંધી સામેના કેસનો મામલો?


વર્ષ 2019માં કર્ણાટકના કોલારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ મોટી અટક વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જેના પગલે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે સુરત કોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે. જો રાહુલ ગાંધીને સજા ના થાય તો પૂર્ણેશ મોદી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવી શકે છે.

આ પણ વાંચોઃ માવઠું વિરામ લેતા પહેલા બતાવી શકે છે મિજાજ

આ કલમો હેઠળ નોંધાયો કેસ


સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાય હતો. કલમ 499માં કોઈ પણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ટના રક્ષણની જોગવાઈ છે .અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 400 અને 500 હેઠળ શું સજાની જોગવાઈ છે એ પણ આપને માહિતી આપી દઈએ. તો કલમ 499 હેઠળ દોષિતને જામીનની  જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડની જોગવાઈ કરાઈ છે.


કાર્યકર્તાઓને સુરત પહોંચવા કોંગ્રેસનું આહ્વાન


ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વિટના માધ્યમથી કાર્યકર્તાઓ સુરત આવવા આહ્વાન કર્યુ હતું. અને લખ્ય હતું કે ભાજપની તાનાશાહી સામે નહી નમે કોંગ્રેસ.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી તરફેણ ચુકાદો આવશે તેવો આશાવાદ કોંગ્રેસ પક્ષને છે. અમને ન્યાયપ્રણાલી પર વિશ્વાસ છે. સત્યનો વિજય થશે.
Published by:Tejas Jingar
First published:

Tags: Gujarati news, Rahul gandhi latest news