Home /News /gujarat /ભુપેન્દ્ર પટેલે પોસ્ટ કર્યો મેઘા પાટકર સાથે રાહુલ ગાંધીનો ફોટો, કહ્યું - "આ ગુજરાતીઓનું અપમાન"

ભુપેન્દ્ર પટેલે પોસ્ટ કર્યો મેઘા પાટકર સાથે રાહુલ ગાંધીનો ફોટો, કહ્યું - "આ ગુજરાતીઓનું અપમાન"

મેઘા પાટકરનો રાહુલ ગાંધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિવસેને દિવસે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. જેને લઈને રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજવામાં આવેલી ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોવા મળ્યા હતા. જેનો ફોટો CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે.

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિવસેને દિવસે નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. જેને લઈને રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજવામાં આવેલી ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોવા મળ્યા હતા. જેનો ફોટો CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે.  ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની દુશ્મનાવટ દર્શાવી છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્રિય સ્થાન આપીને, રાહુલ ગાંધી બતાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત આ સહન નહીં કરે.

  આ અગાઉ કચ્છની ધરતી પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રજાને સંબોધી હતી. જેમાં તેઓએ મેઘા પાટકર સહિતના નર્મદા વિરોધીઓને અર્બન નકસલવાદીઓ ગણાવ્યા હતા. સીએમએ કહ્યું હતું કે, આપણે એ પણ યાદ કરવું પડશે કે એવા શહેરી નક્સલીઓ કોણ હતા. જેમણે વર્ષો સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા.

  આ પણ વાંચો- PM મોદીના હસ્તે સુઝીકીના બે પ્રોજેક્ટનો શિલાન્યાસ, મારૂતિ સુઝુકી ગુજરાતમાં મોટું રોકાણ કરશે

  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા વિરોધીઓ પર આકરા પ્રહરો કરતા કહ્યું હતું કે, આ લોકો પૈકી એક નામ મેઘા પાટકરનું છે અને આપણે સૌ જાણીએ છીએ કે તેઓ કઇ પાર્ટી સાથે જોડાયેલા છે. કોણે તેમને સાંસદની ચૂંટણી બનવા માટેની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ઉભો કરી આવા લોકોને લાવવા માટેની પેરવી હતી.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Bhupendra Patel, Gujarat Elections, Rahul gandhi latest news

  विज्ञापन
  विज्ञापन