અમદાવાદ : આમ તો કોલેજોમાં (Colleges)અને તે પણ મેડીકલ કોલેજ કે પ્રતિષ્ઠિત કોલેજોમાં રેગિંગની (Ragging)ઘટના બનતી હોય છે. પરંતુ હવે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળક સાથે રેગિંગની (Ragging at school)ઘટના સામે આવી છે. અમદાવાદના (Ahmedabad)વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય (Kendriya Vidyalaya)વિવાદમાં આવી છે. અહીં અભ્યાસ કરતા એક બાળક સાથે રેગિંગની (Ragging In Ahmedabad school)ઘટના થઈ હોવાના આરોપ લાગ્યા છે. આ મામલે બાળકના માતા પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે આ ઘટના બાદ હવે શાળા અને પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગની ઘટના સામે આવી છે. અહીંની ઇસરો કોલોનીમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં બાળક પર રેગિંગ થતા પોલીસમાં અરજી કરવામાં આવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતા એક બાળક પર તેના ઉપલા વર્ગના વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાનું સામે આવતા આખો મામલો હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. આ ઘટનાની વાલીને જાણ થતાં વાલીએ વસ્ત્રાપુર પોલીસમાં અરજી આપી છે. આ અરજીમાં વાલીએ વિદ્યાર્થીને બાથરૂમમાં લઈ જઈ યુરિન પીવડવાનો પ્રયાસ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ અંગે બાળકના પરિવારજનોએ જણાવ્યું કે આ ઘટના 20 તારીખે બપોરે બની હતી. ત્યારે સ્કૂલના બધા શિક્ષકો કોઈ ગેસ્ટ આવ્યા હતા તેમાં વ્યસ્ત હતા. મારો બાળક 9માં ધોરણમાં ભણે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેને ટીંગા ટોળી કરી બાથરૂમમાં લઇ ગયા હતા. એક ડબ્બીમાં કોઈ લિક્વીડ પીવડાવ્યું હતું અને તને યુરિન પીવડાવીએ છીએ તેવું જણાવ્યું હતું. મારો બાળક કેમ કરીને ત્યાંથી છટકી ગયો અને તે એક સર પાસે પહોંચી ગયો હતો. જયારે સર તેને લઈને એ જગ્યાએ ગયા ત્યારે પેલા બાળકો ભાગી ગયા હતા.
મારા બાળકે પ્રિન્સિપાલને પણ જણાવ્યું હતું. જેથી પ્રિન્સિપાલે કોઈ સરને આ મામલે તપાસ સોંપી છે. પણ વાલીઓને કોઈ જાણ કરી નથી. પછી તેમને મારા બાળક સાથે અન્ય બાળકો સાથે શુ બન્યું હતું તે લખાણ લીધું હતું. છતાં સ્કૂલ દ્વારા કોઈ એકશન લેવામાં આવ્યા નથી. અમે જ્યારે રજુઆત કરવા આવ્યા ત્યારે પ્રિન્સીપાલ રજા પર હતા. અને સીસીટીવી બતાવવા કહ્યું ત્યારે તેઓએ 4 દિવસ સુધી સીસીટીવી પણ જોયા ન હતા. અમારી પાસે દિવસો જઈ રહ્યા હતા અને સ્કૂલ તપાસ કરતી ન હતી એટલે અમે વસ્ત્રાપુર પોલીસમાં અરજી કરી છે. આ મામલે તપાસ થવી જોઈએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર