હાર્દિકની મુલાકાત બાદ વિઠ્ઠલભાઇના બદલાયા બોલ,"સમાજ કહેશે ત્યારે સાથે ઉભો રહીશ "

રાજકોટઃ પાટીદાર અનામત અંદોલનમાં સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાની ભૂમિકા ભજવનારા અને પોરબંદરના ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડીયાએ હાર્દિક પટેલ સાથે બે દિવસ અગાઉ મુલાકાત કરી હતી. હાર્દિકની મુલાકાત બાદ રાદડીયાનો સમાજ પ્રેમ ઉભરતો જોવા મળતો હતો. રાદડિયાએ મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સમાજ કહેશે ત્યારે સમાજ સાથે ઉભો રહીશ. વિઠ્ઠલભાઇ સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે સમાધાનની ભૂમિકામાં મધ્યસ્થી તરીકે રહીને હાર્દિકને અગાઉ જેલમાં મળી ચુક્યા હતા. ત્યારે જેલમાંથી છુટ્યા બાદ હાર્દિકને સામેથી મળવા વિઠ્લભાઇ ગયા હતા. જેની તસવીરો પણ સામે આવી હતી.

મુલાકાત વિષે રાજકોટમાં નિવેદન આપતા જણાવ્યું હતુ કે હાર્દિક પટેલ જેલ માંથી છુટ્યો ત્યાર બાદ તેમની મુલાકાત થઇ હતી., પાંચ થી દસ મીનીટની મુલાકાતમાં સમાજની વાતો કરવામાં આવી અને સમાજને જયારે જરૂર પડે ત્યારે તેમની સાથે હોવાનું વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું અને જો સરકાર કહેશે તો પણ સમાધાનની ભૂમિકા ભજવવા પણ તૈયાર હોવાનું વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે અગાવ વિઠ્ઠલભાઈ દ્વારા સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જે દરમ્યાન હાર્દિક પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયા આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર