ગલવાન સંઘર્ષ પર કેપ્ટન અમરિંદરે પૂછ્યું, જ્યારે કર્નલ પર હુમલો થયો તો જવાનોએ ફાયરિંગ કેમ ન કર્યું?

News18 Gujarati
Updated: June 19, 2020, 7:53 AM IST
ગલવાન સંઘર્ષ પર કેપ્ટન અમરિંદરે પૂછ્યું, જ્યારે કર્નલ પર હુમલો થયો તો જવાનોએ ફાયરિંગ કેમ ન કર્યું?
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ચીનને વિશ્વાસઘાતી ગણાવતા કહ્યું કે, હવે તેને જડબાતોડ જવાબ આપવો જોઈએ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ચીનને વિશ્વાસઘાતી ગણાવતા કહ્યું કે, હવે તેને જડબાતોડ જવાબ આપવો જોઈએ

  • Share this:
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ ગલવાન ઘાટી (Galwan Valley)માં ચીની સૈનિકોની સાથે થયેલા ભારતીય સૈનિકોના હિંસક સંઘર્ષને લઈ સવાલ ઊભા કર્યા છે. તેઓએ પૂછ્યું કે જ્યારે કર્નલ સંતોષ બાબૂ પર હુમલો થયો તો બાકીના જવાનોએ ફાયરિંગ કેમ ન કર્યું? તેઓએ કહ્યું કે જ્યારે વિશ્વાસઘાતી ચીન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું તો આપણા અધિકારીઓએ પણ ફાયરિંગ કરવાના ઓર્ડર આપવા જોઈતા હતા. તેઓએ કહ્યું કો જો તેઓ તે સમયે ત્યાં હોત તો તાત્કાલિક શૂટનો ઓર્ડર આપી દેતા.

‘ઈન્ડિયા ટુડે’માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, હવે ચીનની સાથે ભાઈ-ભાઈ વાળા સંબંધ ખતમ થઈ ચૂક્યા છે. 1962 વાળી સ્થિતિ નથી. આપણી સેના હવે ઘણી મજબૂત થઈ ચૂકી છે અને દરેક મોરચા પર જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેઓએ કહ્યું છે કે એક ભારતીય જવાનના બદલે ત્રણ ચીનીઓને ઢાળી દેવા જોઈતા હતા. જો ચીન ન્યૂક્લિયર પાવર છે તો ભારત પણ ન્યૂક્લિયર પાવર છે. અમે 60 વર્ષથી વાતચીત કરી રહ્યા છીએ, હવે ચીનને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

આ પણ વાંચો, ભારત-ચીન સંઘર્ષઃ ભારતીય સેનાએ કહ્યું- તમામ 76 ઘાયલ જવાન ખતરાથી બહાર, કોઈ સૈનિક ગુમ નથી


કેપ્ટન અમરિંદરે કહ્યું છે કે ગલવાન ઘાટીની ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ 48 કલાકમાં બદલાઈ ગયું. પહેલા જણાવવામાં આવ્યું કે આપણા સૈનિક હથિયાર વગર હતા. બાદમાં કહેવામાં આવ્યું કે હથિયાર લઈને ગયા હતા. તેઓએ કહ્યું કે, જો હથિયાર સાથે હતા તો પછી ગોળીઓ કેમ ન છોડવામાં આવી?

આ પણ વાંચો, ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ? હવે આગળ શું થશે? જાણો દરેક સવાલના જવાબઆ પણ વાંચો, આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’

 
First published: June 19, 2020, 7:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading