પ્લેઓફમાં હજુ પણ પહોંચી શકે છે પંજાબ, પરંતુ રહેશે આ ત્રણ શરતો

News18 Gujarati
Updated: May 19, 2018, 4:17 PM IST
પ્લેઓફમાં હજુ પણ પહોંચી શકે છે પંજાબ, પરંતુ રહેશે આ ત્રણ શરતો

  • Share this:
કિંગ્સ ઈલવન પંજાબની ટીમ પ્લેઓફમાંથી બહાર થવાની અણી પર છે. જોકે, હજું તેમની પાસે પ્લેઓફમાં પહોંચવા માટે એક તક છે, પરંતુ તેના માટે ત્રણ શરત રહેશે. પહેલી- પોતાની અંતિમ મેચમાં ચેન્નાઈને માત આપે. બીજી - રન રેટ સુધારવા માટે 200 ટકા પ્રદર્શન. ત્રીજી- દિલ્હી વિરૂદ્ધ મુંબઈ પોતાની મેચ હારી જાય.

પંજાબની ટીમને ચેન્નાઈ સુપરકિંગ્સ વિરૂદ્ધ રવિવારે થનાર મેચમાં જીત સાથે સારી એવરેજ પણ જોઈએ જેથી તેઓ આઈપીએલ-11 માટે ક્વોલિફાઈ કરી શકે. પંજાબ માટે હાલમાં જે સકારાત્મક વાત તે છે કે, તેને તેની અંતિમ લીગ મેચ ટૂર્નામેન્ટની અંતિમ લીંગ મેચ છે અને તેના કારણે તેને બધા જ સમીકરણની ખબર હશે કે, તેને પ્લેઓફમાં પહોંચવા માટે શું કરવાનું છે.

ચેન્નાઈ પહેલા જ કરી ચૂકી છે ક્વોલિફાય

પંજાબ હાલમાં 13 મેચોમાં 06 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ કાલે દિલ્હી સામે પોતાની મેચ હાર્યા છતાં પ્લેઓપ માટે પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકી છે. જો ચેન્નાઈ ટીમ કાલ મેચ જીતી જાય છે તો પંજાબની ટીમ બહાર થઈ જશે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની કેપ્ટનસીવાળી પંજાબની ટીમે મેચ જીતવાની સાથે-સાથે પોતાના રન રેટમાં પણ સુધારો કરવાનો છે. પંજાબનો રનરેટ માઈનસ 0.490 છે અને આને સુધારવા માટે તેને 200 ટકા પ્રદર્શન કરવું પડશે.

મુંબઈની હાર પર નિર્ભર પંજાબ

પંજાબને રનરેટમાં તો આગળ નિકળવું જ પડશે પરંતુ તેની સાથે સાથે બીજી ટીમ હારે તેની પણ પ્રાર્થના કરવી પડશે. પંજાબને જો પ્લેઓપમાં જવું છે તો તેને આશા કરવી પડશે કે મુંબઈની ટીમ પોતાની અંતિમ મેચ દિલ્હી સામે હારી જાય. પંજાબની સૌથી મોટી સમસ્યા તે છે કે, તેનું રનરેટ, જે અંતિમ મેચ જીત્યા છતાં તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. પંજાબ ખેલાડીઓને દબંદગ પ્રદર્શન કરવું પડશે જેથી તે મોટી જીત મેળવી શકે.
First published: May 19, 2018, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading