"પડીકી ફેરવી" બેન્કોને વર્ષોથી મૂરખ બનાવે છે હીરાના ધંધાર્થીઓ !

News18 Gujarati
Updated: February 20, 2018, 11:32 AM IST
છેતરપિંડીનો આ ધંધો હીરા ઉદ્યોગ માટે એક ખુલી કિતાબ જેવો છે. આ અંગે બેન્ક પણ જાણે છે અને બીજા ધંધાવાળાઓ પણ ! વાત જો સરકારની કરીએ તો એવું લાગે છે કે, તેણે જાણીબુજીને આ મામલે આંખ આડા કાન કરી રાખ્યા છે

છેતરપિંડીનો આ ધંધો હીરા ઉદ્યોગ માટે એક ખુલી કિતાબ જેવો છે. આ અંગે બેન્ક પણ જાણે છે અને બીજા ધંધાવાળાઓ પણ ! વાત જો સરકારની કરીએ તો એવું લાગે છે કે, તેણે જાણીબુજીને આ મામલે આંખ આડા કાન કરી રાખ્યા છે

  • Share this:
'પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે થયેલા 11,300 કરોડ રૂપિયાના નીરવ મોદીના બેંક ગોટાળાથી દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ચાલતી છેતરપિંડી ચર્ચામાં આવી છે. મોટા ભાગના હીરાના ધંધાર્થીઓ ‘ગ્રે’ માર્કેટમાં કામ કરે છે, જયારે વૈશ્વિક સ્તરે હીરાની માંગ ઘટે ત્યારે આ ધધાર્થીઓં માર્કેટમાં ટકી રહેવા માટે સંખ્યાબંધ ખોટા માર્ગો અપનાવે છે

ક્રેડિટ રેટિંગ અજેન્સી "કેર" ના જણાવ્યા અનુસાર, 2016ના પ્રારંભથી જ દુનિયાભરમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. દુનિયાના 90 ટકા હીરા ભારત અને ચીનમાં પ્રાપ્ત થાય છે. જેની માંગમાં આવેલી આ પ્રકારની ઘટના કારણે આ બંને દેશના હીરા વ્યવસાયકારોમાં ભારે ખરાબ અસર થઇ છે. આ કારણે તેમને તેમનો માલ સસ્તામાં વેંચવાનો પ્રારંભ પણ કરી દીધો હતો

હીરાના ધંધામાં થઇ રહેલા સતત નુકસાનને છુપાવવા આ વ્યવસાયકારોએ તેમના હીરા "બીજા દેશો"માં મોકલવાનું શરુ કર્યું અને 'બેલેન્સ શીટ' માં આ કીમિયાને નફાના સ્વરૂપે દેખાડવું શરુ કર્યું. હીરાના કારોબારીઓએ તેમના એક કન્સાઈનમેન્ટને અલગ-અલગ ખાતામાં નોંધવું શરુ કર્યું. તેનાથી બહાર એવી છાપ ઉભી થઇ કે, તેમનો વ્યવસાય વિકસી રહ્યો છે. હીરા માર્કેટમાં આ બોગસ ટ્રેડિંગની પ્રેકટીસને "પડીકી ફેરવવી" તરીકે ઓળખવામાં આવે છે

સુરતના હીરાના ધંધા સાથે જોડાયેલા એક વ્યવસાયીએ "ન્યૂઝ18" સાથેની મુલાકાતમાં આ સમગ્ર બાબત અંગે વિસ્તારથી સમજાવ્યું. નામ ન આપવાની શરતે તેમણે જણવ્યું કે, "અમારા હિસાબના ચોપડામાં નફો દેખાડવા માટે હું બીજા દેશોમાં બોગસ (શેલ) કંપનીઓ દેખાડું છું. આપણા દેશમાંથી મારી કંપની હીરાની એક ખેપ આવી બોગસ કંપનીઓમાં મોકલવા માટે બેન્કોમાંથી લોન ઉપાડે છે. જેની સામે પેલી બોગસ કંપની આ હીરા ખરીદવા માટે વિદેશની કોઈ બેંક અથવા ભારતની જ કોઈ બેન્કની વિદેશી શાખામાંથી લોન ઉપાડે. આમ, એક વેપારી આ રીતે માલ પણ પોતાની પાસે રાખે અને બંને તરફ બેન્કોમાંથી લોન પેટે પૈસા પણ મેળવી લે."

આ કલા હીરાના ધંધાર્થીઓ માટે કઈ નવી નથી, "ખુલી કિતાબ"જેવી છે. બેંકો પણ આ જાણે છે અને બીજા ધંધાર્થીઓ પણ! જ્યાં સુધી સરકારનો સવાલ છે, હા તેને તેની આંખો મીંચી લીધી છે !

હીરાના કારોબારમાં આ છેતરપિંડીને નાથવા માટે 2012માં તત્કાલીન યુપીએ સરકારે સૌથી પહેલા તરાશેલ હીરા ઉપર 2 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવી હતી, જેને પ્રવર્તમાન સરકાર વધારીને 5 ટકા કરી દીધી છે. આ પગલાં અંગે હીરા વ્યવ્યસાયકારોને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આ પગલાંઓથી કૈક અંશે છેતરપિંડી ઉપર થોડી લગામ લાગી છે. પરંતુ જે કારોબારીઓ વર્ષોથી આ ગોલમાલમાં પ્રવૃત છે તેમને બેંક તેમની જૂની ક્રેડિટ કે શાખના આધારે લોન આપી દે છે. વળી, બેંક પણ જૂનું કરજ પાછું મેળવવાની આશાએ નવી લોન આપી દે છે"બેંક આ 'ઠગ ભગત"ની લોનની અવેજમાં નવા ટાર્ગેટ આપે છે અને આ ઠગો હિસાબોમાં કોઠા-કબાડા કરી બેંકો પાસેથી મોટી-મોટી લોનો લીધે રાખે છે. બેન્કોની  લોન ઉપર લોન આપવાની આ નીતિને કારણે જ દેશના ઇતિહાસનું સૌથી મોટા કૌભાંડનો પાયો નંખાયો.

પીએનબી સાથે નીરવ મોદીએ કરેલી છેતરપીંડીનો ઉલ્લેખ કરીને આ હીરાના ધંધાર્થીઓ કહે છે કે, " મીડિયા અને ત્યારબાદ લોકોને તો ગીતાંજલિ જેમ્સ અંગે છેલ્લા એક અઠવાડિયામાં ખબર પડી, અમને વેપારીઓને તો આ અંગે છેલ્લા પાંચ વર્ષથી ખબર છે. અમે જનતા જ હતા કે એકના એક દિવસ આ માળખું પડી ભાંગશે !"

(આદિત્ય નાયરનો અહેવાલ)

 
First published: February 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading