ટુરિઝમ પ્રોજેક્ટ જમીન સંપાદન, સરકારે રહેવા, ખેતી માટે જમીન આપવા કોર્ટમાં તૈયારી બતાવી


Updated: December 24, 2019, 9:07 PM IST
ટુરિઝમ પ્રોજેક્ટ જમીન સંપાદન, સરકારે રહેવા, ખેતી માટે જમીન આપવા કોર્ટમાં તૈયારી બતાવી
પ્રતિકાત્મક તસવીર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના 4 ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીનો મામલો

  • Share this:
અમદાવાદ : નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના 4 ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા અને કોઠી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાસે આવેલા છે. આ ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબત ને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આજે સરકારે કોર્ટ માં તેમને રહેવા અને ખેતી માટે જમીન સહિતની સુવિધા આપવા તૈયારી બતાવી છે. જેની સામે ખેડુતો આગામી મુદ્દતે 27 મી ડિસેમ્બરે સરકારે કરેલી ઓફર તેમને સ્વીકાર્ય છે કે કેમ તે બાબતે જવાબ રજુ કરશે.

સરકારે સમગ્ર વિવાદમાં હાઈકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે અમે ગ્રામજનોને બે વિકલ્પો આપ્યા છે. એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે તેટલી જ જમીન સરકાર આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા 7.5 લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવું તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર ના હોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા. સરકારી પોલિસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન ઉપર જો તેઓ નું ઘર હોય તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે 100 સ્કવેર મીટરના પ્લોટમાં 25 સ્કવેર મીટર બાંધકામ કરી આપવું તથા આ રહેઠાણો ને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેર ની પણ સુવિધા પુરા પાડવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદ : મહિલા ડૉક્ટરની છેડતી કરનાર Big Basketનો ડિલિવરી બોય ઝડપાયો

ખેડૂતો દ્વારા સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજુ કરવા 27 મી ડિસેમ્બર સુધીનો સમય કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટ નજીકના 4 ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં જાહરહિતની અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઇકોર્ટે ગ્રામજનોના હિતમાં વચગાળાની રાહત આપી છે.
First published: December 24, 2019, 9:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading