Home /News /gujarat /PUBG Murder: ફેવિક્વિકથી મો ચોંટાડી 6 વર્ષનાં બાળકની કરી હત્યા, સંડાસમાં છુપાવી લાશ

PUBG Murder: ફેવિક્વિકથી મો ચોંટાડી 6 વર્ષનાં બાળકની કરી હત્યા, સંડાસમાં છુપાવી લાશ

પોલિસની અટકાયતમાં આરોપી

Crime news: તપાસમાં સામે આવ્યું કે ટીચરનો પૌત્ર કોઇ જ કામ કરતો ન હતો. સટ્ટાબાજીમાં તે પૈસા લગાવતો હતો. સાથે જ પબજી ગેમ રમવાની લત પણ હતી. તેના દાદા-દાદી તેને આ આદતોથી દૂર કરવા માંગતા હતા અને જ્યારે તે પૈસા માંગતો હતો ત્યારે તેને ખીજાઇને ના પાડી દેતા હતા.

વધુ જુઓ ...
    ઉત્તર પ્રદેશમાં દેવરિયા (UP Devaria) જિલ્લામાં એક બાળકના અપહરણ અને હત્યાના (Kidnaping & Murder Case) કેસમાં ટ્યૂશન ટીચરના જમાઈ અને પૌત્રની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. 6 વર્ષના માસૂમની લાશ (Dead Body) ટીચરના ઘરમાંથી મળી હતી. પબજી ગેમ રમવાની લતમાં ડૂબેલા પૌત્રએ પોતાના દાદાને ફસાવવા માટે આ ખતરનાક કામને અંજામ આપ્યો હતો. જોકે, પોલીસે (UP Police) ગણતરીની કલાકોમાં આ સમગ્ર કેસને ઉકેલી દીધો હતો.

    ટ્યૂશનમાંથી પરત ન ફરતા પરીવારે કરી શોધ

    આ ઘટના લાર પોલીસ સ્ટેશન વિસ્તારના હરખોલી ગામની છે, હકીકતમાં ગામના નિવાસી ગોરખ યાદવનો 6 વર્ષીય પુત્ર ગત બુધવારે નજીકમાં જ રહેતા વૃદ્ધ ટીચપ નરસિંહ વિશ્વકર્માની ઘરે ટ્યૂશનમાં ગયો હતો. પરંતુ તે પરત ફર્યો નહીં. જેના કારણે પરીવારજનોએ તેની શોધખોળ શરૂ કરી પણ કોઇ જ સફળતા ન મળી.

    થોડીવાર પછી ગામની બહાર ખેતરમાં એક લેટર મળ્યો જેમાં બાળકને છોડવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. રાત્રીના લગભગ 9 વાગ્યે ગામમાં પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી, છતા પણ બાળકની કોઇ જ ખબર ન મળી.

    ત્યાર બાદ શંકાના આધારે પોલીસે ટ્યૂશન ટીચરના દિકરા રાજકુમારની મોડી રાત્રે પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે માસૂમ બાળકની લાશ ટ્યૂશન ટીચરના ઘરના શૌચાલયની અંદર પડી છે.

    પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે વૃદ્ધ ટીચરના પૌત્ર અરૂણ વિશ્વકર્મા (20 વર્ષ)એ માસૂમ બાળકનું અપહરણ કરી લીધું હતું. ત્યાર બાદ ફેવીક્વિકથી માસૂમના બંને હોઠને ચિપકાવી તેનું મોઢું બંધ કરી દીધું અને બંને હાથપગ બાંધી દીધા હતા. ત્યાર બાદ મારપીટ કરીને માસૂમ બાળકની હત્યા કરી દીધી હતી. જ્યારે લાશને ઘરની બહારના ટોયલેટમાં છુપાવી દીધી હતી. પોલીસે મોડી રાત્રે લાશ જપ્ત કરી હતી.

    તપાસમાં સામે આવ્યું કે ટીચરનો પૌત્ર કોઇ જ કામ કરતો ન હતો. સટ્ટાબાજીમાં તે પૈસા લગાવતો હતો. સાથે જ પબજી ગેમ રમવાની લત પણ હતી. તેના દાદા-દાદી તેને આ આદતોથી દૂર કરવા માંગતા હતા અને જ્યારે તે પૈસા માંગતો હતો ત્યારે તેને ખીજાઇને ના પાડી દેતા હતા. જેનો ગુસ્સો રાખી પૌત્ર અરૂણે તેમને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ અને ઘરે ટ્યૂશન ભણવા આવતા 6 વર્ષના બાળકની કરપીણ હત્યા કરી નાખી.

    આરોપીએ લોકોને ગુમરાહ કરવા માટે 5 લાખ રૂપિયાની માંગ કરતી ચિઠ્ઠી છોડી દીધી. આરોપી તેના દાદા દાદીને જેલમાં મોકલવા માંગતો હતો. વૃદ્ધ ટીચરના પુત્ર રાજકુમાર અને વહુ કુસુમને પણ પોતાના દિકરાની આ હરકત વિશે જાણકારી હતી. પરંતુ તેમણે આ વાત છુપાવીનને આરોપીનો સાથ આપ્યો હતો.

    પોલીસે આ કેસમાં આઇપીસીની કલમ 302, 201, 120 બી, 364 એ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને મુખ્ય આરોપીની સાથે વાત છુપાવવામાં સહ આરોપી માતા પિતાને પણ ઝેલ ભેગા કરી દીધા છે.
    First published:

    Tags: Killed Minor, Pubg game, Pubg Murder