બોટાદમાં દેવીપુજક સમાજની એક માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી.
દેવીપુજક સમાજના આગેવાને વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા સમાજની દીકરી સાથે જે બરબરતાપૂર્વક કૃત્ય આચરવામાં આવ્યું છે તે તમામ નરાધમોને ફાંસીની સજા મળે તે પ્રકારની અમે માંગ કરી રહ્યા છીએ.
રાજકોટ: તાજેતરમાં જ બોટાદમાં દેવીપુજક સમાજની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના ઘટિત થઈ હતી. જેને પગલે બોટાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજરોજ રાજકોટમાં દેવીપુજક સમાજ દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજના વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ન્યાય આપો, ન્યાય આપો, આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. ત્યારે દેવીપુજક સમાજ દ્વારા બહુમાળી ચોક તેમજ જિલ્લા પંચાયત ચોક ખાતે ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ 15 જાન્યુઆરીના રોજ બોટાદમાં દેવીપુજક સમાજની એક માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. નરાધમોએ માસુમ બાળકી સાથે દુષ્કર્મમાં આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. ત્યારે સમગ્ર મામલે આ ઘટનાને લઇને માત્ર બોટાદ પરંતુ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને હવે સૌરાષ્ટ્રના જુદા-જુદા શહેરો તેમજ જિલ્લામાં પણ દેવીપુજક સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજરોજ દેવીપુજક સમાજ દ્વારા સૌ પ્રથમ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશાળ સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો રેલી સ્વરૂપે બહુમાળી ચોકથી પસાર થઈ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ પહોંચ્યા હતા.
ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દેવીપુજક સમાજના આગેવાને વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા સમાજની દીકરી સાથે જે બરબરતાપૂર્વક કૃત્ય આચરવામાં આવ્યું છે તે તમામ નરાધમોને ફાંસીની સજા મળે તે પ્રકારની અમે માંગ કરી રહ્યા છીએ. દેવીપુજક સમાજની જગ્યાએ જો કોઈ અન્ય સમાજની દીકરી હોત તો અત્યાર સુધીમાં મંત્રીઓ પીડિતાના ઘર સુધી પહોંચી ચૂક્યા હોત. પરંતુ અમારા સમાજને કોઈ કશું ગણતું ન હોવાથી હજુ સુધી સમગ્ર ઘટનામાં અમને ન્યાય મળ્યો નથી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર