Home /News /gujarat /

પ્રિયંકા ગાંધી : UPની દીકરી અને વહુ પણ, જાણો કેવી છે પ્રિયંકાની અંગત જિંદગી

પ્રિયંકા ગાંધી : UPની દીકરી અને વહુ પણ, જાણો કેવી છે પ્રિયંકાની અંગત જિંદગી

પાર્ટીના કાર્યકરો પ્રિયંકા ગાંધીમાં તેમના દાદી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને છબી જોવે છે.

પાર્ટીના કાર્યકરો પ્રિયંકા ગાંધીમાં તેમના દાદી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને છબી જોવે છે.

    ન્યૂઝ 18 ગુજરાતીઃ  કોંગ્રેસે પોતાના હુકમનો છેલ્લો એક્કો ઉતરી નાખ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકરો માંગણી કરી રહ્યા હતા કે પ્રિયંગા ગાંધી વાડ્રાને સક્રિય રાજકારણમાં ઉતારવામાં આવે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા વાડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસની મહાસચિવ બનાવી છે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક રહેવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.


    દર ચૂંટણી પહેલા પાર્ટીના કાર્યકરો એવી માંગણી કરતા હતા કે પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવામાં આવે. પાર્ટીના કાર્યકરો પ્રિયંકા ગાંધીમાં તેમના દાદી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને છબી જોવે છે. પાર્ટીના કાર્યકરોમાં પણ પ્રિયંકાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. પ્રિયંકાના ભાષણોને પણ ખૂબ જ પ્રભાવિત માનવામાં આવે છે. અલ્હાબાદની પુત્રી એવી પ્રિયંકાએ પશ્ચિમ યુપીના મુરાદાબાદમાં રહેતા રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો છે. તો જાણીએ પ્રિયંકા ગાંધી વાડ્રાની ખાસ વાતો....


    પ્રિયંકા ગાંધીનો જન્મ 12મી જાન્યુઆરી, 1972ના રોજ થયો હતો. પ્રિયંકા ગાંધીએ દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જે બાદમાં પ્રિયંકાએ દિલ્હી યુનિવર્સિટીની જિસસ એન્ડ મેરી સ્કૂલમાં સાઇકોલોજીની ડીગ્રી મેળવી હતી.


    પ્રિયંકાની મુલાકાત તેના પતિ રોબર્ટ વાડ્રા સાથે 13 વર્ષની ઉંમરે થઈ હતી. પ્રિયંકાએ જ રોબર્ટ વાડ્રા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. બંનેના લગ્ન 1997માં થયા હતા. રોબર્ટ વાડ્રા પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહે છે.


    પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા લગ્ન પહેલા છ વર્ષ સુધી સાથે હતા. બંનેએ બંનેના પરિવારને પોતાના સંબંધો અંગે જણાવ્યું હતું. જોકે, ગાંધી પરિવાર તરફથી આ અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રિયંકા અડગ રહી હતી. અંતે પરિવાર પણ માની ગયો હતો અને બંનેના લગ્ન થયા હતા.


    પ્રિયંકા અને રોબર્ટના લગ્ન ખૂબ જ સાદગી અને ગુપ્ત રીતે કરવામાં આવ્યા હતા. આ માટે ફક્ત 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મહેમાનોમાં બચ્ચન પરિવાર સામેલ હતો.


    પ્રિયંકા નિયમિત રીતે યોગ કરે છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે તેનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો પરંતુ હાલમાં તેની સૌમ્યતા બધાને ખૂબ જ આકર્ષિત કરે છે.


    દાદી ઇન્દિરાની હત્યા બાદ પ્રિયંકાએ પોતાનો અભ્યાસ ઘરે રહીને જ પૂરો કર્યો હતો. દાદીની હત્યા બાદ પ્રિયંકાની સોશિયલ લાઇફ મર્યાદિત થઈ ગઈ હતી. કારણ કે તેણે 24 કલાક સુરક્ષા વચ્ચે રહેવું પડતું હતું.


    અવારનવાર પ્રિયંકાની સરખામણી તેના દાદી ઇન્દિરા ગાંધી સાથે કરવામાં આવે છે. કારણ કે પ્રિયંકાની હેર સ્ટાઇલ, તેના કપડાંની પસંદગી ઇન્દિરા ગાંધી જેવી જ છે.


    પ્રિયંકા ગાંધીને ફોટોગ્રાફી, કૂકિંગ અને વાંચન કરવું ખૂબ જ પસંદ છે. તેના બંને બાળકોથી તેને ખૂબ લગાવ છે. પ્રિયંકાએ જ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના બેઝમેન્ટમાં બાળકો માટે લાઇબ્રેરી શરૂ કરાવી હતી.


    પ્રિયંકા ગાંધી અત્યાર સુધી ફક્ત રાયબરેલી અને અમેઠીમાં જ રાજકીય ગતિવિધિમાં નજરે પડી છે. રાયબરેલીમાં તે પોતાની માતા સોનિયા ગાંધી અને અમેઠી તેના ભાઈ રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરતી આવી છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર