પ્રિયંકા ગાંધીએ નાનપણની તસવીર Tweet કરી દાદી ઈન્દિરા ગાંધીને યાદ કર્યા

પ્રિયંકા ગાંધીએ નાનપણની તસવીર Tweet કરી દાદી ઈન્દિરા ગાંધીને યાદ કર્યા
દાદી ઈન્દિરા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી (ફાઇલ તસવીર)

તેમની યાદમાં જેમને હું સૌથી સાહસી મહિલા તરીકે ઓળખું છું : પ્રિયંકા ગાંધી વાડ્રા

 • Share this:
  નવી દિલ્હી : દેશની પહેલી મહિલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ની આજે (19 નવેમ્બર) 102મી જયંતી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee), પૂર્વ પીએમ મનમોહન સિંહ (Manmohan Singh), કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અનેક નેતાઓએ આયરન લેડી ઈન્દિરા ગાંધીને યાદ કર્યા. બીજી તરફ, પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એક સુંદર તસવીર શૅર કરીને પોતાની દાદી ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

  કૉંગ્રેસ (Congress)ની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઈન્દિરા ગાંધીની સાથે પોતાના નાનપણની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તેઓ ફ્રૉક પહેરીને પાર્કમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને પોતાની દાદીના હાથ પકડેલા છે.  તસવીરને ટ્વિટ કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, તેમની યાદમાં જેમને હું સૌથી સાહસી મહિલા તરીકે ઓળખું છું. તેની સાથે જ પ્રિયંકાએ ઈન્દિરા ગાંધીની યાદમાં કેટલીક લાઇનો શૅર કરી છે.

  નોંધનીય છે કે, પ્રિયંકા ગાંધીમાં ઘણે અંશે ઈન્દિરા ગાંધીની ઝલક જોવા મળે છે. પ્રિયંકા પણ પોતાની દાદી ઈન્દિરા ગાંધીની જેમ જ સાડી પહેરે છે અને નાના વાળ રાખે છે. આ ઉપરાંત તેમની જ જેમ લોકોને મળે છે. પ્રિયંકાના વ્યવહારમાં પણ અનેકવાર લોકોને ઈન્દિરા ગાંધીની ઝલક જોવા મળે છે. જોકે, રાજકારણમાં હવે સમય જ કહેશે કે તેઓ દાદીની છબિ માત્ર છે કે પછી તેમની જેમ એફ સફળ રાજનેતા પણ સિદ્ધ થશે.

  પ્રિયંકા પહેલા રાહુલ ગાંધીએ પણ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ ટ્વિટ કર્યુ કે, સશક્ત, સમર્થ નેતૃત્વ અને અદ્ભૂત પ્રબંધન ક્ષમતાની ધની, ભારતને એક સશક્ત દેશ તરીકે સ્થાપિત કરવામાં મહત્વણપૂર્ણ ભૂમિકા અદા કરનારી લોહ-મહિલા અને મારી વ્હાલી દાદી સ્વ. શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જયંતી પર શત્ શત્ નમન.

  આ પણ વાંચો,

  બીજા ધર્મમાં લગ્ન કરવા છતાં ઇન્દિરા ગાંધી હિન્દુ કેવી રીતે બની રહ્યા
  રાજ્યસભામાં માર્શલના યૂનિફોર્મ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા, નાયડૂએ કહ્યુ- સમીક્ષા થશે
  Published by:Mrunal Bhojak
  First published:November 19, 2019, 15:54 pm

  ટૉપ ન્યૂઝ