Home /News /gujarat /પ્રિયંકા ગાંધી એક 'દેવદૂત' છે - રાજીવ ગાંધી હત્યાની દોષી નલિનીએ તેના હૃદયમાં દટાયેલું રહસ્ય ખોલ્યું

પ્રિયંકા ગાંધી એક 'દેવદૂત' છે - રાજીવ ગાંધી હત્યાની દોષી નલિનીએ તેના હૃદયમાં દટાયેલું રહસ્ય ખોલ્યું

રાજીવ ગાંધી હત્યાની દોષી નલિનીએ પ્રિયંકા ગાંધી વિશે એવું તો કહ્યું કે...

Rajiv Gandhi Assassination: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિનીએ રવિવારે પોતાના અંદરના રહસ્યો ખોલ્યા હતા. તેમણે કહ્યું કે, જેલમાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત ખૂબ જ ભાવુક હતી. નલિનીએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા દેવદૂત છે. પ્રિયંકા આવી ત્યારે તેણે મને તેની બાજુમાં બેસાડી હતી. મારા માટે તે એક અલગ જ અનુભવ હતો. પ્રિયંકાએ તેના પિતાની હત્યા વિશે પૂછ્યું અને ભાવુક થઈને રડી પડી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી નલિની શ્રીહરને પ્રિયંકા ગાંધી વાડ્રાને દેવદૂત ગણાવ્યા છે. તેણે કહ્યું કે, 'જેલમાં મારી તેમની સાથે ભાવનાત્મક મુલાકાત થઈ હતી. તે ખૂબ જ દયાળુ છે. તેણે પોતે મને માન આપ્યું હતું. આ એક મોટી વાત હતી, કારણ કે જેલમાં અમારી સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો.' નલિની શ્રીહરને કહ્યું કે, 'અમને અધિકારીઓની સામે બેસવાની પણ મંજૂરી નહોતી. અમારે ઊભા રહીને વાત કરવી પડતી હતી, પરંતુ જ્યારે પ્રિયંકા આવી ત્યારે તેણે મને તેની બાજુમાં બેસાડી હતી. મારા માટે તે એક અલગ જ અનુભવ હતો. પ્રિયંકાએ તેના પિતાની હત્યા વિશે પૂછ્યું અને ભાવુક થઈને રડી પડી હતી.

    આ પણ વાંચો: જેલમાંથી છુટ્યા બાદ રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નલિનીએ કહ્યું- ગાંધી પરિવારને મળવું હવે શક્ય નથી

    જેલમાંથી છૂટ્યા બાદ નલિની શ્રીહરને NDTVને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. જેમાં તેણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં તેની કોઈ ભૂમિકા નથી. તેના પતિના મિત્ર તેને ઓળખતા હોવાથી તે જેલમાં ગઈ હતી. નલિની કહે છે, 'હું જાણું છું કે હું દોષિત છું, પણ મારું મન અને મારી આત્મા જાણે છે કે, તે દિવસે શું થયું હતું. મારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે, હું તે જૂથનો ભાગ હતી જે હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. જેણે કાવતરું ઘડ્યું તે મારા પતિનો મિત્ર હતો. હું મારી જાતે જીવતી હતી. મેં તેની સાથે વાત પણ કરી ન હતી. બસ, જરૂર પડે ત્યારે હું તેમને મદદ કરતી હતી. હું તેની સાથે મંદિરમાં જતી, બજારમાં જતી કે ગમે ત્યાં જતી. આ સિવાય મારો તેની સાથે કોઈ અંગત સંબંધ નથી. હું તેમના પરિવારોને પણ ઓળખતી નથી.

    સાત વખત કરી ચૂકી હતી ફાંસીની તૈયારી- નલિની

    નલિનીએ કહ્યું કે, 'વર્ષ 2001માં સજામાં ફેરફાર પહેલા પણ મેં વિચાર્યું હતું કે મને ગમે ત્યારે ફાંસી આપવામાં આવી શકે છે. મેં આ માટે સાત વખત તૈયારી કરી હતી, કારણ કે મારા માટે સાત વખત બ્લેક વોરંટ જારી કરવામાં આવ્યું હતું.'' આ મુલાકાતમાં નલિનીએ તેની પુત્રી હરિત્રાને મળવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નલિનીની પુત્રીનો જન્મ વર્ષ 1992માં જેલમાં થયો હતો. જે બાદ તેણીને બહાર લાવવામાં આવી હતી. આજે તે લંડનમાં ડોક્ટર છે. તેના લગ્ન વર્ષ 2019માં થયા હતા. નલિનીને લગ્ન માટે એક પેરોલ મળી હતી.

    માને ભૂલી જવાનું દુ:ખ

    નલિનીએ કહ્યું કે, 'તે મને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. મેં તેને જન્મ આપ્યો અને જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તે મારાથી અલગ થઈ ગઈ હતી. બહાર ઉછરેલી હોવાથી તે ભૂલી ગઈ છે કે હું કોણ છું. હવે અમે ફરી સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા બંને માટે આ મુશ્કેલ સમય છે. અમે બંને પરિપક્વ છીએ, વસ્તુઓ સમજી શકીએ છીએ, પરંતુ તે હજી યુવાન છે. તેણી સમજી શકશે નહીં કે, શું થઈ રહ્યું છે. આ કારણે તે અત્યારે જીવન સામે લડી રહી છે. મારી પુત્રી માટે તે ખરેખર મુશ્કેલ છે.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन
    विज्ञापन