એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રિયંકા ચોપરા તેનાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ગત 19 વર્ષથી ફેશન ઇન્ડસ્ટ્રી માટે એક આઇકોન બની ગયેલી પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો કે તેનાં કલેક્શનમાં સૌથી કિંમતી વસ્તુ શું
છે.
પ્રિયંકા ચોપરાને હાલમાં જ વૉગ ઇન્ડિયા મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂંમાં આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પ્રિયંકાએ જવબામાં કહ્યું કે, મારું મંગળસૂત્ર. મંગળસૂત્ર અંગે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, ભારતીય લગ્નમાં આ એક ઘરેણું છે. જે પતિ પત્નીનાં ગળામાં પહેરાવે છે. પ્રિયંકાએ મંગળસૂત્ર ઉપરાંત પિતા અશોક ચોપરા દ્વારા આપેલી હીરાની વિંટીને પણ સૌથી કિંમતી ગણાવી હતી.
પ્રિયંકા ચોપરાનાં પિતાનું કેન્સરથી નિધન થઇ ગયું હતું. પ્રિયંકા ચોપરાનાં પિતાનું નિધન વર્ષ 2013માં થયુ હતું. જે બાદ પ્રિયંકાએ તેનાં હાથ પર 'daddy's lil gal'નું ટેટૂ છુંદાવ્યું હતું.
આવું છે પ્રિયંકા ચોપરાનું મંગળસૂત્ર
પ્રિયંકા ચોપરાનું મંગળસૂત્ર ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કર્યું છે. તે નીઓ-ટ્રેડિશનલ મંગળસૂત્ર છે. પ્રિયંકાએ ગોલ્ડ ચેનવાળા મંગળસૂત્રમાં ટીયર શેપ ડાયમન્ડનું લોકેટ કરાવ્યું છે. લોકેટની ઉપર ત્રણ ડાયમંડ પણ છે.
પ્રિયંકા ચોપરાનાં મંગળસૂત્રની કિંમત શું છે તેનો ખુલાસો થયો નથી. પ્રિયંકાએ વર્ષ 2018માં નિક જોનસની સાતે ક્રિશ્ચિયન અને હિન્દૂ બંને રિવાજથી લગ્ન કર્યા હતાં. મંગળસૂત્ર ઉપરાંત પ્રિયંકાએ હિન્દૂ વિધિ પ્રમાણેલગ્નમાં પહેરેલો લાલ
રંગનો લહેંગો પણ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર