લગ્ન બાદથી દરેક કોઇને આશા હોય છે કે કપલ જલદી જ ગુડ ન્યૂઝ આપે. સેલિબ્રિટીઝનો આ મામલે અલગ સીન હોય છે. ડિસેમ્બર 2018માં લગ્ન બાદ પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્સીને લઇને ખબરો આવી હતી. પ્રિયંકાને એક વખત મુંબઇમાં તેની માતાની સાથે જોવામાં આવી હતી. જે બાદથી આ ખબરોએ જોર પકડ્યું હતું. મામલો એ હદે વધ્યો હતો કે ખુદ મધુ ચોપરાએ સામે આવીને ખુલાસો કરવો પડ્યો હતો.
અત્યાર સુધી તો સામે આવી ગયુ છે કે પ્રિયંકા ચોપરા હાલમાં પ્રેગ્નેન્ટ નથી. પણ ભવિષ્યમાં શું થવાનું છે તેની ભવિષ્યવાણી થઇ ગઇ છે. આ મુજબ પ્રિયંકા ચોપરા આવનારા 24 મહિનામાં મા બની શકે છે. પ્રિયંકાને લઇને આ ભવિષ્યવાણી પ્રખ્યાત ન્યૂમેરોલોજિસ્ટ સંજય બી જુમાનીએ કરી છે. જુમાનીએ આ પહેલાં પ્રિયંકાનાં લગ્ન અંગે સંપૂર્ણ સાચુ પ્રિડિક્શન કર્યુ હતું.
એસ્ટ્રો-ન્યૂમેરોલોજિસ્ટ સંજય બી જુમાની કહે છે કે, પ્રિયંકા ચોપરા માટે 9 નંબર સૌથી લકી છે. દેસી ગર્લની ડેટ ઓફ બર્થ 18-7-1982 છે. જન્મની તારીખ 8+1ને જોડીને 9 આવે છે. જે વર્ષમાં તેનો જન્મ થયો તેનું ટોટલ પણ 9 થાય છે. સંજય જુમાની મજુબ તેની ઉંમર 36 વર્ષની ઉપર થઇ ચુકી છે. એટલે 3+6 જોડીએ તો તેમાં પણ 9 આવે છે.
પ્રિયંકા ચોપરાની ઉંમર 18 (1+8=9) હતી ત્યારે તે મિસ વર્લ્ડ બની. ફેશન અને દોસ્તાના જેવી ફિલ્મો તેને 27 (2+7) વર્ષની ઉંમરે કરી. તેનાં લગ્ન 36 (3+6) વર્ષે થયા અને આ રીતનાં અન્ય ઘણાં સંયોગ તેનાં જીવનમાં બનયા છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર