અમદાવાદ : જેલ સહાયકને લાંચ માંગવી ભારે પડી! 41,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અમદાવાદ : જેલ સહાયકને લાંચ માંગવી ભારે પડી! 41,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

એસીબીએ લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરી છે તેમ છતાં હજી પણ કેટલાક લોકો એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યાં

  • Share this:
અમદાવાદ : સરકારી બાબુઓ જાણે સરકારી નોકરીને કમાણીનું સાધન સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એસીબીએ લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરી છે તેમ છતાં હજી પણ કેટલાક લોકો એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. આવા જ એક જેલ સહાયક ને લાંચની રકમ માંગવી ભારે પડી છે. એસીબીના (ACB) ફરિયાદી ના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે રૂપિયાની માગણી કરી હતી.

એસીબીના ફરિયાદીના પતિ, બે દીકરા, જમાઈ અને અન્ય એક વ્યક્તિ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હોય તેઓને કોઇ હેરાનગતિ ન કરવા માટે અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ સહાયક પિયુષ નિમ્બાર્ક  એ રૂપિયા 41હજારની લાંચની માગણી કરી હતી.આ પણ વાંચો : News18 ગુજરાતીની મુહિમના પડઘા પડ્યા, ધૈર્યરાજના ઇન્જેક્શન માટે CM રૂપાણીએ ફાળવ્યા 10 લાખ

જે રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને જેલ સહાયકને રૂપિયા 41 હજારની લાંચ લેતા રંગેહાથે સુભાષબ્રીજ પાસેથી ઝડપી લીધા છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : AMTS-BRTS બંધ થતા 'રિક્ષા ગેંગ'નો આતંક! હીરાના વેપારીનું પેકેટ ચોરાયું

જોકે મહત્વની વાત તો એ છે કે એસીબી દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી હેલ્પલાઇન નંબર 1064 પણ શરૂ કરવામાં આવ્યો છે.  જે અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ એસીબી દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જેની અસર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે.  કારણ કે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટાડવા માટે acb દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને લીધે લોકોમાં હવે જાગૃતતા પણ આવી છે અને જેને કારણે કેસોમાં નોંધપાત્ર વધારો પણ થયો છે.
Published by:Jay Mishra
First published:March 20, 2021, 12:10 pm

ટૉપ ન્યૂઝ