Home /News /gujarat /જયપુરની રાજકુમારી દીયા કુમારીના 21 વર્ષ પછી થયા છૂટાછેડા, ડ્રાઈવરના પુત્ર સાથે કર્યા હતા લગ્ન, જાણો તેમની લવ સ્ટોરી

જયપુરની રાજકુમારી દીયા કુમારીના 21 વર્ષ પછી થયા છૂટાછેડા, ડ્રાઈવરના પુત્ર સાથે કર્યા હતા લગ્ન, જાણો તેમની લવ સ્ટોરી

દીયા કુમારી (ફાઈલ તસ્વીર)

ઉઝબેકિસ્તાનના સમરકંદ શિલાલેખ પર સવાઈ જયસિંહ વિશે વિવાદિત ઉલ્લેખ બાદ જયપુરનો શાહી પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જયપુર રાજવી પરિવારની પૂર્વ રાજકુમારી દીયા કુમારીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને શિલાલેખમાં સુધારો કરવાની માંગ કરી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનના સમરકંદ શિલાલેખ પર સવાઈ જયસિંહ વિશે વિવાદિત ઉલ્લેખ બાદ જયપુરનો શાહી પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જયપુર રાજવી પરિવારની પૂર્વ રાજકુમારી દીયા કુમારીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને શિલાલેખમાં સુધારો કરવાની માંગ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, રાજકુમારી દિયા રાજસમંદ લોકસભા સીટથી ભાજપના સાંસદ છે. દિયાએ તેના પરિવાર વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા હતા. આ પ્રેમ લગ્ન તેણે તેના પિતાના ડ્રાઇવરના પુત્ર સાથે કર્યા હતા. 21 વર્ષ બાદ દીયા કુમારીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. અહીં રાજકુમારી દિયાની પ્રેમ કથા અંગે જાણકારી આપવામાં આવી છે.

    રાજકુમારી દિયા જયપુરના પૂર્વ મહારાજા ભવાની સિંહનું એકમાત્ર સંતાન

    દીયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી, 1971ના રોજ ભારતીય સેનાના અધિકારી અને હોટેલિયર ભવાની સિંહને ત્યાં થયો હતો. જયપુરના પૂર્વ મહારાજા સવાઈ માનસિંહના પુત્ર સવાઈ ભવાની સિંહના લગ્ન પદ્મિની દેવી સાથે થયા હતા. દિયા કુમારી ભવાની સિંહ અને પદ્મિની દેવીની એકમાત્ર સંતાન છે. તેમનું પ્રારંભિક શિક્ષણ મહારાણી ગાયત્રી દેવી ગર્લ સ્કૂલ, જયપુર ખાતે થયું હતું. બાદમાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે મોર્ડન સ્કૂલ અને દિલ્હીમાં જી.ડી. સોમાણી મેમોરિયલ સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો છે. આ પછી તેણે લંડનમાં ડેકોરેટિવ આર્ટ્સનો કોર્સ કર્યો હતો. તેઓ પોતાની સુંદરતા અને સમજ શક્તિ માટે પણ જાણીતા છે.

    Dia
    શાહી પરિવારની રાજકુમારીના 21 વર્ષ પછી થયા છૂટાછેડા.


    રાજવી પરિવારની મરજી વિરુદ્ધ જઈ ડ્રાઇવરના પુત્ર નરેન્દ્ર સિંહ સાથે પ્રેમલગ્ન કર્યા

    રાજવીઓમાં રાજકુમારીઓ સામાન્ય રીતે રાજકુમારો સાથે લગ્ન કરતી હોય છે. પરંતુ જયપુર શાહી પરિવારના રાજકુમારી દિયાએ આ પરંપરા તોડીને સામાન્ય પરિવારના યુવક સાથે લગ્ન કર્યા હતા. પિતાના ડ્રાઇવરના પુત્ર નરેન્દ્રસિંહના પ્રેમમાં પડ્યા હતા. ઘણા દિવસો સુધી બંને વચ્ચે પ્રેમ ચાલુ રહ્યો. બાદમાં દીયા કુમારે નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો. નરેન્દ્ર સિંહે રાજપરિવારના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું અને આ બહાને તે અને દીયા કુમાર એકબીજાને મળતા હતા. બંને વચ્ચેના પ્રેમ સંબંધો અંગે કોઈને શક ગયો નહોતો.

    દીયા કુમારી અને નરેન્દ્ર સિંહની પ્રથમ મુલાકાત 1989માં થઈ હતી

    રાજકુમારી દિયા કુમારી પહેલીવાર વર્ષ 1989માં નરેન્દ્ર સિંહને મળી હતી. દીયા કુમારી તે સમયે માત્ર 18 વર્ષના હતા. નરેન્દ્ર સિંહ ગ્રેજ્યુએશન બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે તેઓ સવાઈ માનસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટમાં તાલીમ માટે હિસાબ વિભાગમાં કામ કરતા હતા. દીયા કુમારી પણ રાજવી પરિવારના આ મ્યુઝિયમની મુલાકાત લેતા હતા. આ દરમિયાન બંનેની પહેલી મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. સતત વાતચીતનો દોર ચાલ્યો અને થોડા દિવસ પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

    Dia
    રાજકુમારી દીયા કુમારીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને શિલાલેખમાં સુધારો કરવાની માંગ કરી છે.


    એક વખત દીયા કુમારી રાજવી પરિવારના સભ્યો સાથે વિદેશ પ્રવાસે ગયા હતા. ત્યાં તેમને નરેન્દ્રસિંહ યાદ આવવા લાગ્યા અને તેઓ ભારત પરત ફરવાનો આગ્રહ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહારાણી પદ્મિની દેવીને દીયા કુમારી અને નરેન્દ્ર સિંહ વચ્ચે પ્રેમ સંબંધની જાણ થઈ હતી. પદ્મિની દેવી સમક્ષ દિયાએ નરેન્દ્ર સિંહ સાથેના પ્રેમનો એકરાર કર્યો હતો. આ સાંભળીને પદ્મિની દેવીને ધ્રાસકો લાગ્યો હતો. શાહી પરિવારને દિયાના સંબંધો મંજૂર ન હતા, પરંતુ દિયા પોતાના નિર્ણય પર અડગ હતી.

    રાજવી પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કર્યા

    દીયા કુમારી અને નરેન્દ્રસિંહના લગ્ન માટે રાજવી પરિવાર સંમત ન થયો, ત્યારે બંનેએ ગુપચુપ રીતે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. કોર્ટ મેરેજના ઘણા દિવસો બાદ લોકોને તેમના લગ્નની ખબર પડી હતી. રાજવી પરિવારની સાથે રાજપૂત સમાજે પણ ઘેરી નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે દીયા કુમારી અને નરેન્દ્ર સિંહ એક જ ગોત્રના હતા. એક જ ગોત્રમાં લગ્ન કરવામાં આવતા નથી. ઘણા વર્ષો સુધી રાજવી પરિવાર દીયાથી નારાજ હતો, પરંતુ આખરે રાજવી પરિવારને તેમની પુત્રીના પ્રેમ સામે ઝૂકવું પડ્યું હતું અને બાદમાં બંનેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

    દીયા અને નરેન્દ્ર સિંહના 2018માં ડિવોર્સ થઈ ગયા

    રાજકુમારી દિયા અને નરેન્દ્ર સિંહનું લગ્ન જીવન 21 વર્ષ સુધી ચાલ્યું હતું. 2018માં આ દંપતીએ સ્વેચ્છાએ છૂટાછેડા માટે અરજી કરી હતી, જેને ફેમિલી કોર્ટે મંજૂરી આપી હતી. હવે બંને અલગ થઈ ગયા છે. દીયા અને નરેન્દ્રસિંહને ત્રણ સંતાનો છે. તેમને બે પુત્રો પદ્મનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ અને એક પુત્રી ગૌરવી છે. ત્રણેય લંડનમાં રહે છે. દીયા કુમારીની લંડનમાં પણ પ્રોપર્ટી છે. આ સાથે જયપુરમાં પણ દિયા કુમારીનો મોટો વારસો છે. જેમાં સિટી પેલેસ અને જયગઢ કિલ્લા સહિતની ઘણી ઇમારતો અને હોટલોનો સમાવેશ થાય છે.

    દિયા કુમારીએ 2013માં કર્યો રાજકારણમાં પ્રવેશ

    દીયા કુમારી 2013માં ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને સવાઈ માધોપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ત્યારબાદ દીયા કુમારી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. ધારાસભ્ય તરીકે પાંચ વર્ષનું કામ ઉત્તમ હતું. તેઓ જનતાને મળતા અને પોતાનું કામ કરતા. 2019માં ભાજપે તેમને રાજસમંદ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે લોકસભા ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. સાંસદ તરીકે તેમનું કામ ઉત્તમ હોવાનું કહેવાય છે. તેઓ નિયમિતપણે આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે અને જયપુરમાં હોય ત્યારે તે સિટી પેલેસમાં પણ લોકોને મળે છે.

    Diakumari
    ડ્રાઈવરના પુત્ર સાથે કર્યા હતા લગ્ન.


    તાજમહેલની સંપત્તિ જયપુર શાહી પરિવારની હોવાનો દિયા કુમારીનો દાવો

    થોડા મહિના પહેલા તાજમહેલમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાની આશંકા વ્યક્ત કરતા ભાજપના અયોધ્યા મીડિયા પ્રભારી રજનીશ સિંહે કોર્ટમાં અરજી દાખલ કરીને તાજમહેલના 22 રૂમ ખોલવાની માંગ કરી હતી. આ સાથે જ જયપુર રોયલ ફેમિલીની રાજકુમારી અને ભાજપના સાંસદ દિયા કુમારે તાજમહેલની સંપત્તિ જયપુર શાહી પરિવારની સંપત્તિ હોવાનો દાવો કર્યો હતો.

    તેમણે કહ્યું હતું કે, તાજમહેલની જમીન પર જયપુરના રાજવી પરિવારનો જૂનો મહેલ હતો. જેના પર શાહજહાંએ કબજો કર્યો હતો. એ દરમિયાન શાહજહાંનું રાજ હતું એટલે જયપુરનો રાજવી પરિવાર કશું કરી શકે તેમ નહોતો. દીયા કુમારીએ દાવો કર્યો હતો કે જયપુરના પોથીખાનામાં તાજમહેલ સાથે જોડાયેલા દસ્તાવેજો સુરક્ષિત છે. જરૂર પડશે તો તેઓ કોર્ટમાં રજૂ કરશે.

    ભગવાન રામના વંશજ હોવાનો દીયા કુમારીનો દાવો

    રામ જન્મભૂમિ વિશે સુપ્રીમના નિર્ણય વખતે મે 2021માં દીયા કુમારીએ ભગવાન રામના વંશજ હોવાનો દાવો કર્યો હતો. તેમણે રાજા દશરથની પહેલાં અને પછીની સમગ્ર વંશાવલીને મીડિયા સમક્ષ મૂકી હતી. તેમણે કહ્યું કે તેઓ ભગવાન રામની 309મી પેઢીના સભ્ય છે. પુરાવા તરીકે, તેમણે સમગ્ર વંશાવલી પણ દર્શાવી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Rajasthan latest news, Rajasthan news, Rajasthan royals

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन