વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના વિકાસ કાર્યોનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના વિકાસ કાર્યોનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના વિકાસ કાર્યોનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે

દેશના સૌથીમોટા ગિરનાર રોપવેનું લોકાર્પણ કરાશે

  • Share this:
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમો મુદ્દે જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 24મી ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના વિકાસ કાર્યોનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભ પટેલ જૂનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સહભાગી બનશે.

ડે સીએમે જણાવ્યું હતું કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સન્ટીટ્યુટને 470 કરોડ રૂપિયાના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની સારવાર આપવામાં આવી રહી છે. જેમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકો ને જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરાશે.આ પણ વાંચો  Loan Moratorium: દિવાળી પર સરકાર સામાન્ય લોકોને આપશે ખાસ ભેટ! ખાસ લોન પર વ્યાજ માફ કરવા માટે તૈયાર

તેમણે ઉમેર્યુ હતુ કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપવેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે. ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના દર્શન માટે 10 હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતુ હતું. એમાંથી યાત્રિકો-વૃદ્ધો , બાળકોને મુક્તિ મળશે અને રોપવે દ્વારા દર્શનનો લાભ લઇ શકશે. સાથે સાથે ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયન જોવા માટે લાખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ વે નું નવું નજરાણું આહલાદક બની રહેશે. રોપ વે દ્વારા ગીરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે. જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.

ખેડૂતો લક્ષી જાહેરાત મુદ્દે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવીધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો પણ આ જ દિવસે વડાપ્રધાન મોદી દ્વારા શુભારંભ કરાવાશે.

આમ, રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવીધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે.
Published by:Ashish Goyal
First published:October 21, 2020, 17:28 pm

ટૉપ ન્યૂઝ