Home /News /gujarat /

25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ પ્રમુખોને સંબોધન કરશે

25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ પ્રમુખોને સંબોધન કરશે

PM મોદી 2022ની ચૂંટણી પહેલા પેજ પ્રમુખો સાથે સંવાદ કરશે

Assembly Election 2022 - 25 જાન્યુઆરીથી PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નમો એપના માધ્યમથી ગુજરાત પ્રદેશ ભાજપના (Gujarat Pradesh BJP)પેજ પ્રમુખોને વર્ચ્યુઅલી સંબોધન કરીને ચૂંટણી રણનીતિની શરૂઆત કરશે

ગાંધીનગર : જેમ જેમ 2022ની વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022) નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ (BJP)એક્શનમાં આવી રહ્યું છે. 25 જાન્યુઆરીથી PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નમો એપના (Namo app)માધ્યમથી ગુજરાત પ્રદેશ ભાજપના (Gujarat Pradesh BJP)પેજ પ્રમુખોને (page pramukh)વર્ચ્યુઅલી સંબોધન કરીને ચૂંટણી રણનીતિની શરૂઆત કરશે. આ સાથે ગુજરાતમાં 2022ની ચૂંટણી અંગેની કામગીરી ચિતાર મેળવીને ચૂંટણી અંગે કાર્યકરો જીવંત કરશે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ દ્વારા તૈયારીઓ પ્રારંભ કરવા આવ્યો છે. જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેજ કમિટીના સભ્યો સાથે સંવાદ યોજીને કરશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીલક્ષી 12 વખત ગુજરાતની વિવિધ જગ્યાઓએ પ્રવાસ કરશે. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી પ્રદેશ ભાજપના વિવિધ મોરચાઓના કાર્યક્રમો હાજરી પણ આપશે. ગુજરાત પ્રદેશ ભાજપના જણાવ્યા અનુસાર 57 લાખ પેજ સમિતિને સંબોધીને ચૂંટણી તૈયારીઓના શ્રી ગણેશ કરાવશે. ત્યારે આ સંમેલનમાં અંદાજીત 579 મંડળ તેમજ ભાજપના જિલ્લા તાલુકા અને પ્રદેશ સહિતના વર્ચ્યુઅલી સભાને સંબોધિત કરશે.

PM મોદી 2022ની ચૂંટણી પહેલા પેજ પ્રમુખો સાથે સંવાદ કરશે. રાજ્યની 57 લાખ પેજ સમિતિને સંબોધન કરશે. હાલ રાજયમાં 57 લાખ પેજ સમિતિમાંથી હાલ 32 લાખ ડેટા એન્ટ્રી પૂર્ણ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાંથી પેજ સમિતિ પૂર્ણ કરી છે.

આ પણ વાંચો - coronavirus: કોરોના વિસ્ફોટ વચ્ચે covid task force નિષ્ણાંતોનો શું મત, જાણો તબીબોનો શું કહ્યું?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 8 મહાનગરપાલિકા અને 248 તાલુકા પંચાયતમાંથી 217 તાલુકા પંચાયતમાં તેમજ 156 નગરપાલિકામાંથી 132 નગરપાલિકામા પેજ સમિતિ રામબાણ સાબિત થઈ છે. જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી 857 બેઠકો, તાલુકા પંચાયતની 5210 માંથી 3570 બેઠકો, નગરપાલિકાની 4832 બેઠકોમાંથી 3347 બેઠકો તેમજ મહાનગરપાલિકાની 680 માંથી 580 બેઠકો પેજ સમિતિ મારફતમાંથી કબ્જે કરી છે.

પ્રદેશ ભાજપ 20 જાન્યુઆરીએ 579 મંડળોમાં એક સાથે બેઠક યોજશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જાન્યુઆરી 2022ના 20 જાન્યુઆરી રોજ રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે ઐતિહાસિક બેઠક યોજાશે.બેઠકમાં આશરે કુલ 40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે જેમને આવનાર વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વર્ષે 2022 ની વિધાનસભા ચૂંટણી ની તૈયારીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 20 જાન્યુઆરીના રોજ રાજ્યના 579 મંડળમાં એક સાથે બેઠક યોજવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અલગ અલગ જગ્યાએ એક સમયે એક સાથે બેઠક યોજાશે. બેઠકમાં આશરે કુલ 40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે જેમને આવનાર વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Assembly Election 2022, પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી

આગામી સમાચાર