Home /News /gujarat /PM Narendra Modi Gujarat Visit: આટકોટમાં પીએમ મોદીએ કહ્યુ- આઠ વર્ષમાં ભૂલથી પણ કશું એવું કર્યું નથી જેનાથી દેશની જનતાએ માથું ઝુકાવવું પડે

PM Narendra Modi Gujarat Visit: આટકોટમાં પીએમ મોદીએ કહ્યુ- આઠ વર્ષમાં ભૂલથી પણ કશું એવું કર્યું નથી જેનાથી દેશની જનતાએ માથું ઝુકાવવું પડે

પીએમ મોદી

Prime Minister Narendra Modi Gujarat Visit - પીએમે કહ્યું - પૂજ્ય બાપુ અને સરદાર પટેલની આ પવિત્ર ધરતીના સંસ્કાર છે કે 8 વર્ષમાં ભૂલથી પણ એવું કશું કર્યું નથી જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરિકોએ પોતાનું માથું ઝુંકાવવું પડે

રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi Gujarat Visit)આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાજકોટમાં જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો હું માથું ઝુકાવીને બધા નાગરિકોને પ્રણામ કરું છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી છે, સમાજ માટે જીવવાની વાતો શીખવાડી છે તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી.

પીએમે કહ્યું કે આ તમારા સંસ્કાર છે, પૂજ્ય બાપુ અને સરદાર પટેલની આ પવિત્ર ધરતીના સંસ્કાર છે કે 8 વર્ષમાં ભૂલથી પણ એવું કશું કર્યું નથી જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરિકોએ પોતાનું માથું ઝુંકાવવું પડે.

પીએમે કહ્યું કે કેન્દ્રમાં ભજપાના નેતૃત્વવાળી NDA સરકાર રાષ્ટ્રસેવાના 8 વર્ષ પુરા કરી રહી છે. આ વર્ષોમાં આપણે ગરીબની સેવા, સુશાસન અને ગરીબના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર પર ચાલતા દેશના વિકાસને નવી ગતિ આપી છે. આપણી માતા-બહેનોના જનધન બેંક ખાતામાં સીધા પૈસા જમા કર્યા. ખેડૂતો અને મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કર્યા. અમે મફત ગેસ સિલિન્ડરોની પણ વ્યવસ્થા કરી જેથી ગરીબની રસોઇ ચાલતી રહી.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

પીએમ મોદી કહ્યું કે 8 વર્ષમાં અમે બાપુ અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટે ઇમાનદાર પ્રયત્નો કર્યા છે. બાપુ એક એવું ભારત ઇચ્છતા હતા જે ગરીબો, દલિતો, પીડિતો, આદિવાસીઓ અને મહિલાઓને સશક્ત કરે. જ્યાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જીવનની એક રીત બને. જેનું આર્થિક વ્યવસ્થામાં સ્વદેશીનું સમાધાન હોય. અમે છેલ્લા 8 વર્ષોમાં 3 કરોડથી વધારે ગરીબોને પાકા ઘર, 10 કરોડથી વધારે પરિવારોને ઓડીએફથી મુક્તિ, 9 કરોડથી વધારે ગરીબ મહિલાઓને ધુમાડાથી મુક્તિ આપી છે. લગભગ 2.5 કરોડથી વધારે ગરીબ પરિવારોને વીજળી, 6 કરોડથી વધારે પરિવારોને નળનું પાણી - આ ફક્ત ડેટા નથી પણ ગરીબોની ગરિમાની રક્ષા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
" isDesktop="true" id="1213287" >

પીએમ નરેન્દ્ર મોદીએ આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાજકોટના આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.નું લોકાર્પણ કર્યું હતું. તેમણે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે.
First published:

Tags: Narendra modi speech, ગુજરાત, પીએમ મોદી