નવી દિલ્હી : પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં (Galwan Valley Face off) 15 જૂનની રાત્રે ભારત (India) અને ચીનના (China) સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે લેહ પહોચ્યાં હતા. આ દરમિયાન પીએમ મોદી સેનાની તે હોસ્પિટલમાં પહોચ્યાં, જ્યાં ગલવાન ઘાટીમાં થયેલી હિંસાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જવાન દાખલ છે. પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્ત જવાનોની મુલાકાત લીધી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પ્રધાનમંત્રી ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા જવાનોના વોર્ડમાં પહોંચે છે અને એક-એક જવાન સાથે વાત કરીને તેમના ખબરઅંતર પૂછે છે. આ દરમિયાન પીએમ મોદીએ જવાનોના ઉત્સાહને વધારતા કહ્યુ કે આપણો દેશ ક્યારેય ઝુક્યો નથી અને ક્યારેય પણ વિશ્વ શક્તિ સામે ઝુકશે પણ નહી.
આ પહેલા વડાપ્રધાન મોદીએ લેહના નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર અધિકારીઓ સાથે વાત કરી અને સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પીએમ મોદી લેહ મેમોરિયલ હૉલ ઓફ ફેમ પહોંચ્યા હતા. અહીં તેઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. લે
લેહમાં જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપનું સાહસ એ ઊંચાઈઓથી વધુ છે જ્યાં તમે તૈનાત છો. પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનું સંકલ્પ આપના ત્યાગ, બલિદાન, પુરુષાર્થના કારણે વધુ મજબૂત થાય છે. લેહમાં પીએમ મોદીએ કહ્યું કે 14 કોરની બહાદુરી હંમેશા યાદ રાખવામાં આવશે. આપની બહાદુરી અને વીરતાના કિસ્સા દેશના દરેક ઘરમાં ગૂંજી રહ્યા છે. તેઓએ કહ્યું કે ભારત માતાના દુશ્મનોએ આપની આગ વધુ ભડકાવી દીધી છે.
ઇજાગ્રસ્ત જવાનોની મુલાકાત લેતા પ્રધાનમંત્રી.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર