Home /News /gujarat /જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા: અમદાવાદના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવતા PM મોદી

જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા: અમદાવાદના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવતા PM મોદી

નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

National Games: પીએમ મોદીએ કહ્યું કે, નીરજ ચોપડાએ ગુજરાતમાં ગરબાનો આનંદ માળ્યો. બીજા રાજ્યોથી આવેલા ખેલાડીઓ રમતની સાથે સાથે નવરાત્રિની પણ મજા મળશે.

  અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે. અહીં સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. તેમણે સ્ટેડિયમમાં આવતાં જ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, આ માહોલને વર્ણવી ન શકાય. આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. આ અદભુત છે.

  પીએમ મોદીએ કહ્યું કે, આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. આ અભૂતપૂર્વ છે. હું તમામ ખેલાડીઓને શુભકામના આપું છું. જોડાશે ભારત, જીતશે ભારત. તમારો ઉત્સાહ તમારા ચહેરા પર ચમકે છે. નીરજ ચોપડાએ ગુજરાતમાં ગરબાનો આનંદ માળ્યો. બીજા રાજ્યોથી આવેલા ખેલાડીઓ રમતની સાથે સાથે નવરાત્રિની પણ મજા મળશે. ગુજરાતીઓએ ઓછા સમયમાં અદ્દભૂત આયોજન કર્યું છે. યુવાનોને એક નવી તક પ્રાપ્ત થશે.


  તેમણે કહ્યું કે, ગુજરાતીઓએ ઓછા સમયમાં અદ્દભૂત આયોજન કર્યું છે. યુવાનોને એક નવી તક પ્રાપ્ત થશે. એક સમય હતો જ્યારે દુનિયા ઓલમ્પિક માટે ઉત્સુક હતી. 8 વર્ષ પહેલા ભારતને રમતવીરો 20 ગેમ્સ રમતા હતા, અત્યારના સમયમાં રમતવીરોમાં ઉત્સાહ વધ્યો છે. રમતવીરોને ટ્રેનિંગ માટે વિદેશ મોકલ્યા છે. આપણા યુવાનોએ દરેક રમતોમાં એક નવો રેકોર્ડ રચ્યો છે. દેશનો મિજાજ અને માહોલ બંન્ને બદલાયા છે. આપણી દિકરીઓ પણ સૌથી આગળ છે. ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયાથી લોક જાગૃતિ વધી છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 29મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કરાવ્યો છે. રાજ્યમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજે ગુજરાતના 5 શહેરમાં 36માં નેશનલ ગેમ્સનું શરુઆત કરવામાં આવશે. ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ શહેરોમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પણ હેન્ડબોલ અને જીમ્નાસ્ટિક રમતનું સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.


  30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી હેન્ડબોલ, જ્યારે 6થી 12 ઓક્ટોબર સુધી જીમ્નાસ્ટિકની સ્પર્ધા યોજાશે. જે માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રથમવાર 'નેશનલ ગેમ્સ' યોજાઈ રહી છે. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા રમતવીરોએ કમર કસી છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના રમતવીરો તૈયારી કરી રહ્યા છે. ગુજરાતની દરેક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે હાલ 36મી નેશનલ ગેમ્સ માટે તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને ખેલાડીઓ પણ વિવિધ રમતોમાં ગુજરાત માટે મેડલ મેળવવા હોંશભેર મહેનત કરી રહ્યા છે.

  રમશે ભારત, રમાડશે ગુજરાત

  ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવવા જઇ રહ્યો છે. 6 મહાનગરમાં 36 જેટલી રમતો રમાશે. જેમાં 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી અને મલખમ જેવી રમતો રમાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે.

  ક્યાં કઈ-કઈ રમત રમાશે ?

  અમદાવાદ: કાયાકીંગ એન્ડ કેનોઈંગ, રોવિંગ, રોલર સ્કેટિંગ,રોલર સ્કેટબોર્ડિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ ફૂટબોલ, રગ્બી, યોગાસન, કબડ્ડી, આર્ચરી, ખો-ખો, મલખમ,ગોલ્ફ, લોન બોલિંગ, શૂટિંગ અને શોટગન શૂટિંગ રમાશે
  સુરત: ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ-હેન્ડબોલ, બીચ-વોલીબોલ રમાશે.
  વડોદરા: હેન્ડબોલ અને જીમનાસ્ટીકનું આયોજન.
  રાજકોટ: એક્વાટિક્સ અને હોકી રમાશે.
  ગાંધીનગર: સાયકલિંગ, બોક્સિંગ, રેસલિંગ, વેઈટ લીફટિંગ, જુડો,ફેન્સિંગ, વુશુ, એથ્લેટીક્સ, સ્કવોશ, સોફ્ટબોલ અને ટ્રાયાથ્લોન રમાશે.
  ભાવનગર: બાસ્કેટબોલ, વોલીબોલ અને નેટબોલનું આયોજન
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat News, National Games 2022, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन