ગાંધીનગરના બે યુવાનોએ પીએમ મોદીને બાંગ્લાદેશમાં ચણા-બટાકાનું શાક અને ખાંડવી ખવડાવ્યા હતા

ગાંધીનગરના બે યુવાનોએ પીએમ મોદીને બાંગ્લાદેશમાં ચણા-બટાકાનું શાક અને ખાંડવી ખવડાવ્યા હતા
ગાંધીનગરના બે યુવાનોએ પીએમ મોદીને બાંગ્લાદેશમાં ચણા-બટાકાનું શાક અને ખાંડવી ખવડાવ્યા હતા

સ્વાદીષ્ટ ગુજરાતી ભોજન ખાધા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું : તમે ગુજરાતી છો તે ગર્વની બાબત છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત . આ કહેવતને પાટનગર ગાંધીનગરના બે યુવકોએ સાર્થક કરી છે. આ બંને યુવાનોએ વડા પ્રધાન બાંગ્લાદેશના પ્રવાસે ગયા ત્યારે તેમના માટે ગુજરાતી ભોજન બનાવ્યું હતું અને વડા પ્રધાને ભોજન ખાધા બાદ પ્રશંસા કરતાં કહ્યું હતું કે , તમે ગુજરાતી છો તે ગર્વની બાબત છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા ગાંધીનગરના એક ખાનગી કેટરર્સના બે યુવકોને તેડાવવામાં આવ્યા હતા અને વડા પ્રધાન માટે ગુજરાતી ભોજન બનાવ્યું હતું.

બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષની ઉજવણી પ્રસંગે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અતિથિ વિશેષ તરીકે ગયા હતા . જ્યાં પીએમ મોદીને ગુજરાતી ભોજન મળી રહે તે માટે બાંગ્લાદેશ સરકારે ખાસ ગાંધીનગરથી બે યુવકોને બોલાવ્યા હતા. ગાંધીનગરના સેક્ટર -6 માં રહેતા તનમના કેટરર્સના હાર્દિક સુખડીયા અને વિભાસ સુખડીયાને બાંગ્લાદેશ સરકારે પીએમ મોદી આવવાના હતા તેના ત્રણ દિવસ પહેલાં એટલે કે 22મી માર્ચે બોલાવી લીધા હતા.આ પણ વાંચો - PM Kisan: 1 એપ્રિલથી આવશે પીએમ કિસાનનો 8મો હપ્તો, આવી રીતે લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ અને સ્ટેટસ

ફાઈવસ્ટાર હોટલમાં શુદ્ધ શાકાહારી અને ગુજરાતી ભોજન મળી રહે તે માટે આ બે યુવકોને જવાબદારી સોંપાઈ હતી. વડાપ્રધાન બે દિવસ રોકાયા હતા ત્યાં આ બે યુવાનોએ ગુજરાતી વાનગીઓ તૈયારી કરી હતી. જેમાં દેશી ચણા-બટેટાનું શાક અને ખાંડવી બનાવી હતી. જે વડાપ્રધાનને ખૂબ ભાવી હતી. આ ઉપરાંત આ બે યુવાનોએ મસાલાથી ભરપૂર ચા પણ બનાવી હતી જે મોદીને પસંદ આવી હતી.

સૂચના મુજબ વડાપ્રધાન માટે શાકાહારી અને સાત્વિક ભોજન બનાવાયું હતું. જેમાં રાત્રે કઢી ખીચડી બનાવવામાં આવી હતી. જ્યારે મોદી પરત થવાના હતા ત્યારે આ બે યુવાનો સાથે તેમણે વાત કરી હતી અને કહ્યું હતું કે જમવાનું ખૂબ જ સરસ છે , તમે પણ ગુજરાતી છો તે જાણીને ગર્વ થાય છે તેમ કહી પીએમ મોદીએ આ બે યુવકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:April 01, 2021, 23:59 pm

ટૉપ ન્યૂઝ