આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા, આ છે યોજના

News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા, આ છે યોજના

  • Share this:
મોદી સરકાર બજેટમાં કરેલા લોભામણી જાહેરાતને પૂરી કરવામાં અત્યારથી જ કામે લાગી ગઇ છે. સીએનબીસી આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી ખૂદ ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાની સ્કીમની શરૂઆત કરી શકે છે. તો પીએમ માર્ચના બીજા સપ્તાહમાં મજૂરો માટે પેન્શન સ્કીમની શરૂઆત કરી શકે છે.

ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં પૈસા

સરકાર ઇચ્છે છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા પહેલા અંતરિમ બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને લાગુ કરવામાં આવે. તેની શરૂઆત 25 ફેબ્રુઆરીએ ગોરખપુરથી થઇ શકે છે, અહીં ખેડૂતો માટેના કાર્યક્રમના સમાપનના સમારોહમાં વડાપ્રધાન હાજરી આપનાર છે. વડાપ્રધાન સમાપ સમારોહમાં બટન દબાવી કેટલાક ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાની શરૂઆત કરી શકે છે. જેમાં ખેડૂતોના ખાતામાં સીધા 2000 રૂપિયા ખાતામાં જમા થશે.

બીજી યોજના છે તે ખાસ કરીને અસંગઠીત વિસ્તારોના લોકોને પેન્શન આપવાની યોજના છે, તેની પણ શરૂઆત વડાપ્રધાનમાર્ચના બીજા સપ્તાહમાં કરી શકે છે. જો કે આ યોજનાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગયું છે. 15 ફેબ્રુઆરીથી જે 18 વર્ષથી 40 વર્ષ અસંગઠીત વિસ્તારના મજૂરો છે તેઓને લાભ મળશે. વડાપ્રધાન માર્ચના બીજા સપ્તાહમાં એક મોટા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને આ યોજનાની જાણ કરશે.
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading