Home /News /gujarat /Gujarat Assembly Election 2022: સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી, પાંચ તબક્કામાં ગૌરવયાત્રા થશે

Gujarat Assembly Election 2022: સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી, પાંચ તબક્કામાં ગૌરવયાત્રા થશે

ગુજરાત ભાજપ પાંચ તબક્કામાં ગૌરવ યાત્રા યોજશે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા પાંચ યાત્રા યોજી 182 બેઠક કવર કરવા માટેની તૈયારી કરી નાંખી છે. ગુજરાતની નબળી ગણાતી બેઠક કવર કરવા ધાર્મિક સ્થાનોથી યાત્રા યોજાશે. પાંચ તબક્કામાં આ ગૌરવયાત્રાનું આયોજન કરશે.

વધુ જુઓ ...
  અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા પાંચ યાત્રા યોજી 182 બેઠક કવર કરવા માટેની તૈયારી કરી નાંખી છે. ગુજરાતની નબળી ગણાતી બેઠક કવર કરવા ધાર્મિક સ્થાનોથી યાત્રા યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોના ગુજરાતમાં આંટાફેરા વધવા લાગ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશને આગામી ધનતેરસ પહેલાં ગુજરાતની 182 વિધાનસભા પર ગૌરવ યાત્રા યોજી કવર કરવા આદેશ આપવામાં આવ્યા છે.

  આ યાત્રા ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થાનોથી શરૂ થઈ 182 વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે અને કુલ પાંચ યાત્રા યોજવામાં આવશે. જેમાં ઝાંઝરકાથી સોમનાથનો પણ સમાવેશ થાય છે. આસ્થાના પ્રતિક સમા ઝાંઝરકાથી આ યાત્રા સોમનાથ આવશે અને સૌરાષ્ટ્રની 26 બેઠકો આવરી લેવામાં આવશે. આ વિસ્તારો એવા છે જે ખેતી આધારિત છે અને ખેતી લક્ષી સરકારી અને સંગઠનની કામગીરી મુદ્દે આ વિસ્તારમાં યાત્રા મારફત પ્રચાર કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં સાવલી ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા

  ગઈ ચૂંટણીમાં ભાજપને નુકસાન થયું હતું


  ઝાંઝરકાથી શરૂ થઈને સોમનાથમાં પૂર્ણ થતી ગુજરાત ગૌરવ યાત્રાના માર્ગ પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખૂબ મોટું નુકસાન થયું હતું. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાનો વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લામાં 2017 વિધાનસભામાં માત્ર કેશોદ બેઠક પર જ ભાજપનો ભગવો લહેરાયો હતો અને બાકીની તમામ બેઠકો કોંગ્રેસે લઈ લીધી હતી. જો કે, 2017 બાદ ઘણા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ પક્ષપલટો પણ કર્યો છે. જેમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અમુક બેઠકોનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ ગુજરાતની નબળી ગણાતી બેઠકો માટે ભાજપનો શું છે માસ્ટર પ્લાન?

  ભાજપે પાણી પહેલાં પાળ બાંધવાની નીતિ શરૂ કરી


  તાજેતરમાં વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આમ ભલે કોંગ્રેસના બળવાખોરો રાજીનામું આપી ભાજપમાં જોડાય છે, પરંતુ 2022 વિધાનસભામાં ભાજપ આ તમામ બેઠકો પર કબજો મેળવવા અત્યારથી કમર કસી રહી છે. જેને ધ્યાને રાખીને આ વર્ષે ભાજપે પાણી પહેલાં પાળ બાંધવાની નીતિ શરૂ કરી છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગરના ઝાંઝરકાથી યાત્રા શરૂ થશે જે સોમનાથ ખાતે પૂર્ણ થશે.


  ગૌરવયાત્રા પાંચ તબક્કામાં થશે


  ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ સોમનાથ, દ્વારકા, પોરબંદર સહિત ધાર્મિક સ્થાનોની મુલાકાત ચૂંટણી પૂર્વે લીધી હતી. જેનો ફાયદો કોંગ્રેસનો થયો અને તેના મોટાભાગના ઉમેદવારો ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ વર્ષે કોંગ્રેસ પહેલાં ભાજપે ધર્મસ્થાનોની જોડતી ગુજરાત ગૌરવ યાત્રા પાંચ તબક્કામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે પૈકીની એક યાત્રા સુરેન્દ્રનગરના ધર્મસ્થાન ઝાંઝરકાથી શરૂ થઈને સોમનાથ ખાતે પૂર્ણ થશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन