નવસારીઃ ગુરૂવારે યોજાયેલા પ્રજ્ઞાચક્ષુ એનઆરઆઇ યુગલ પારસ અને ચાંદનીના લગ્નની જેમ તેમના લગ્નનો આલબમમ પણ અનોખી રીતે બનાવવામાં આવી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં યુગલ પોતાના ફોટોને સ્પર્શી અને ફોટો લીધો એ વખતનુ વાતાવરણ અને સ્થિતિને જાણી શકે તે માટે ખાસ રીતે આલબમ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે ફોટો પર બ્રેઇલ લીપીમાં વર્ણન કરવામાં આવશે.
જીવનમાં ઘટતી ઘટનાઓ અને ખાસ કરીને શુભ પ્રસંગોને લોકો કેમેરામાં કંડારી જીવનભર સંભાળી રાખતા હોય છે. ખાસ કરીને વાત જ્યારે લગ્નની હોય તો લોકો લગ્નના આલબમ પાછળ હજારો અને લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. પરંતુ
અહીં વાત છે એક અનોખા આલબમની. અહીં આલબમ બનાવવા કેટલા રૂપિયા થશે એ મહત્વનું નથી, પણ એ લગ્નગ્રંથીથી જોડાયેલા પ્રજ્ઞાચક્ષુ એનઆરઆઇ યુગલ પારસ-ચાંદનીની ભાવનાઓને જીવંત રાખશે.
તાજમહેલ ખાતે પારસ અને ચાંદનીએ કરેલું ફોટોશૂટ
દિવ્યાંગ યુગલ પોતાના જીવનની મહત્વની યોદોને સ્પર્શીને અને બીજી તરફ બ્રેઇલ લીપીમા લખેલા ફોટોના ડિસ્ક્રિપ્શનને વાંચીને ફરી એજ સમયમાં પહોંચી મધુર પળોને યાદ કરી શકે એ માટે સુરતના ફોટોગ્રાફર આશિષ તાજ દ્વારા વિશેષ ફોટો આલબમ બનાવવામાં આવી રહ્યો છે.
'લવ ઇઝ બલાઇન્ડ'ના શિર્ષક સાથે થયેલા આ પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પ્રથમ પારસ અને ચાંદની પ્રજ્ઞાચક્ષુ છે એવું જાણી શકાતું જ નથી
એનઆરઆઇ યુગલ પારસ અને ચાંદનીનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ એટલું જ વિશેષ રહ્યું છે. આગ્રા ખાતે કેન્દ્રિય અને યુપી સરકારના મંત્રાલય અને પુરાતત્વ ખાતાઓની પરવાનગી લીધા બાદ પ્રેમના પ્રતિક તાજમહલમા પારસ-ચાંદનીનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું.
તાજ ખાતે પારસ અને ચાંદની
'લવ ઇઝ બલાઇન્ડ'ના શિર્ષક સાથે થયેલા આ પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પ્રથમ પારસ અને ચાંદની પ્રજ્ઞાચક્ષુ છે એવું જાણી શકાતું જ નથી. પરંતુ અંતમાં લાકડીના સહારે બંને નીકળે છે ત્યારે દિવ્યાંગ પ્રેમીઓ વચ્ચેનો પ્રેમ આપણને પણ સ્પર્શી જાય છે.
વીડિયોના અંતે બંનેને સ્ટીક લઇને જતા બતાવવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે બંને દિવ્યાંગ છે
સ્ટોરીઃ રાજન રાજપૂત, નવસારી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર