Home /News /gujarat /

અષાઢી બીજથી દશેરા સુધી આ ગામમાં વાહનો માટે હોય છે પ્રવેશબંધી

અષાઢી બીજથી દશેરા સુધી આ ગામમાં વાહનો માટે હોય છે પ્રવેશબંધી

પાલનપુરઃ પાલનપુર તાલુકાના વાઘણાં ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે. જે મુજબ ગામમાં અષાઢી બીજથી દશેરા સુધીના બે માસના સમયગાળામાં કોઇ પણ વાહનને પ્રવેશ અાપવામાં આવતો નથી.

પાલનપુરઃ પાલનપુર તાલુકાના વાઘણાં ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે. જે મુજબ ગામમાં અષાઢી બીજથી દશેરા સુધીના બે માસના સમયગાળામાં કોઇ પણ વાહનને પ્રવેશ અાપવામાં આવતો નથી.

  • Web18
  • Last Updated :
પાલનપુરઃ પાલનપુર તાલુકાના વાઘણાં ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે. જે મુજબ ગામમાં અષાઢી બીજથી દશેરા સુધીના બે માસના સમયગાળામાં કોઇ પણ વાહનને પ્રવેશ અાપવામાં આવતો નથી.

કોઇ રાજકિય નેતા હોય,મંત્રી કે પછી અધિકારી આ સમય ગાળામાં દરેકે આ ગામમાં પ્રવેશ મેળવવો હોય તો ગામની ભાગોળે(પાદરે બનાવેલા તોરણથી બહાર) જ વાહન મુકીને ચાલતા જવું પડે છે. વાધણા ગામે છેલા 400 વર્ષથી પરંપરા ચાલી આવે છે જે અનુસાર ગામમાં કોઈપણ આધી વ્યાધી કે ઉપાધી ન આવે તે માટે ગામમાં આ પરંપરા જાળવી રખાઇ હોવાનું સ્થાનિક નાગરિકોનું માનવું છે. એટલે સુધી કે ગામમાં 108 જેવી ઈમરજન્સી સેવાને પણ આ સમયગાળામાં પ્રવેશ અપાતો નથી.

જાણવા મળ્યા મુજબ આ ગામમાં વર્ષો પહેલા માનવીઓ તેમજ પશુઓ ભયંકર રોગચાળામાં સપડાયા હતા. જેને પગલે સ્થાનિક લોકોની સુરક્ષા માટે તેમજ ગામમાં રહેતા ગુરુ મહારાજે જીવંત સમાધિ લઇ ગામમાં કોઈપણ વાહન પર પ્રવેશ બાંધી ફરમાવી હતી. જેના પગલે ગામમાં રોગચાળો અટકી જતા છેલા 400 વર્ષથી ચાલતી આવતી આ પરંપરાને ગ્રામજનો નિભાવી રહ્યા છે.
First published:

Tags: ગુજરાત, ગ્રામજનો, પરંપરા, રોગચાળો

આગામી સમાચાર