Home /News /gujarat /

સીઆર પાટીલ દ્વારા મોરચાના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી, પાટીદારનો દબદબો

સીઆર પાટીલ દ્વારા મોરચાના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી, પાટીદારનો દબદબો

પ્રશાંત કોરાટને ગુજરાત યુવા મોરચા તરીકેને જવાબદારી સોંપાઇ છે

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને ઝોન વાઇઝ ફાળવણી પણ કરવામાં આવી

ગાંધીનગર : રાજ્યમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. તમામ મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં ભાજપે તમામ વોર્ડના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. જે 18 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે. આ તમામ તૈયારીઓ વચ્ચે આજરોજ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને ઝોન વાઇઝ ફાળવણી તેમજ મોરચાના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી છે. જો આ તમામ પર એક નજર કરીએ તો આ તમામ યાદીઓમાં પાટીદારનો દબદબો જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં યુવા મોરચાનું સુકાન સંભાળી ચુકેલા પ્રશાંત કોરાટને ગુજરાત યુવા મોરચા તરીકેને જવાબદારી સોંપાઇ છે. તેઓ પૂર્વ મંત્રી સવજી કોરાટ તથા જશુમતીબેન કોરાટના પુત્ર છે. જ્યારે મહિલા મોરચામાં પણ અમદાવાદના ડૉ.દિપીકા સરડવાની પસંદગી કરવામાં આવી છે. જે પણ પાટીદાર આગેવાન તરીકે પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત કિસાન મોરચામાં પણ હિતેશ પટેલની પંસદગી કરવામાં આવી છે. આ તમામ બેઠકની ફાળવણી પરથી લાગી રહ્યું છે કે પાટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો - મહેસાણા : છઠીયારડા ગામના મહંત 4 એપ્રિલે જીવંત સમાધિ લેશે, પત્રિકાઓ પણ છાપવામાં આવી

બીજી તરફ રાજકોટના ઉદય કાનગડની ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવી છે. આ ઉપરાંત અનુ. જાતિ મોરચા પ્રમુખ તરીકે ડૉ પ્રદ્યુમનભાઇ વાઝા, લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ડૉ.મોહસીન લોખંડવાલા અને અનુસૂચિત જન જાતિના પ્રમુખ તરીકે નર્મદાના હર્ષદ વસાવાની નિયુક્તિ કરાઇ છે.

આ ઉપરાંત પ્રદેશ મહામંત્રીઓની વાત કરવામાં આવે તો તેમાં પણ ઝોનવાઇઝ જવાબદારી સોંપાઇ છે. જેમાં પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, કર્ણાવતી અને પ્રદેશ કાર્યાલય, ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોન, રજની પટેલને કચ્છ અને ઉતર ઝોન તથા વિનોદ ચાવડાને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઇ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: CR Patil, Gujarat bjp youth, Prashant korat, ગુજરાત, ભાજપ, રાષ્ટ્રપતિ

આગામી સમાચાર