Power Corridor: છ મહિનાથી ખાલી છે ખેડાનાં ડીએસપી અને બરોડા રેન્જ આઇજીની પોસ્ટ

પાવર કોરિડોર

અમદાવાદનાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક સમયે ખૂબ સારી કામગીરી કરી ચૂકેલા ડો. કાનન દેસાઇ પણ આ પ્રમોશન્સનાં લોટમાં એસપી બની જશે.જોકે પ્રમોશન આપ્યા બાદ પણ તમામ ને વર્તમાન જગ્યાએ જ કન્ટીન્યુ રખાશે  આવતા મહિનાનાં પહેલાં વીકમાં આવી રહેલી IPS ટ્રાન્સફર્સમાં તેમને અન્ય જગ્યાએ મૂકાશે

  • Share this:
ગૃહ વિભાગ ચાર્જમાં ચાલે છે- ખેડા ડીએસપી , બરોડા રેન્જ આઇજી , સુરત શહેરમાં - સેકટરનાં એડીશનલ સીપી જેવી ઘણી જગ્યાઓ લગભગ ધણા સમય થી ખાલી છે. ખેડા ડીએસપી દિવ્યા મિશ્રા કેન્દ્ર માં  પ્રતિનિયુક્તિ પર ગયા ત્યારથી એટલે કે લગભગ છેલ્લા ત્રણ મહિના થી આ પોસ્ટ ખાલી છે. બરોડા રેન્જ આઇજી - એચ.જી. પટેલ ગયા મે મહિના મા વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા - એ જગ્યા આજે 6  મહિનાથી ખાલી પડી છે.

સુરત શહેરનાં એડીશનલ સીપી - એચ.આર. મુલિયાણા ગયા ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત થયા હતા તેમની જગ્યા પણ ત્રણ મહિના થી ખાલી પડી છે

સુરત શહેર ના બે ડીસીપી વિધી ચૌધરી ને સરોજ પાંડે પણ મેટરનિટી લીવ પર ગયા છે. ગાંધીનગરનાં પોલીસ ભવનની જ વાત કરીયે તો- પોલીસ ભવનનાં એકથી સાત માળમાં લગભગ દસ અધિકારીની જગ્યા ખાલી પડેલી છે.

સામાન્ય રીતે એસપી ની જગ્યા હોય કે રેન્જ ની જગ્યાઓ હોય - તે ખાલી રખાય નહી. સુરત જેવા શહેરમાં પણ આઇપીએસ પોસ્ટ ખાલી રહેવી જોઇએ નહી, પણ હાલ આ તમામ જગ્યાઓ ખાલી પડી છે - ચાર્જમાં મા ચાલી રહી છે.

2003,2007,2020 ની આઇપીએસ બેચને આ મહિનાના અંત સુધીમા બઢતી મળશે, જોકે પ્રમોશન બાદ પણ તમામ ને યથા સ્થાને જ રખાશે. આઇએએસ ની સરખામણીએ ગુજરાતમાં આઇપીએસ ને પ્રમોશન્સ લેટ અપાવાની પરંપરા રહી છે.

2021 ની જ વાત કરીયે તો કેટલાંય આઇપીએસ ઓફિસર છે જે જાન્યુઆરી 2021 માંજ પ્રમોશન માટે એન્ટાઇટલ થઇ ચૂકયા હોવા છતાં તેમને હજુ સુધી પ્રમોશન્સ અપાયા નથી - ગત વર્ષે પણ આમ જ બન્યુ હતું. જાન્યુઆરી 2020 માં એન્ટાઇટલ થયેલા લોકોને છેક જુલાઈમાં પ્રમોશન અપાયુ હતું. જોકે જાન્યુઆરી 21 માં એન્ટાઇટલ થયેલાને હવે આ મહિનાનાં અંત સુધીમાં ફાઇનલી પ્રમોશન્સ ડીકલેર થવાની સંભાવના છે

-2003 ની બેચનાં ઓફિસર્સને ડીઆઇજી માથી આઇજીમાં બઢતી અપાશે,
 -2007ની બેચનાં ઓફિસર્સ ને એસ પી માથી ડીઆઇજી મા પ્રમોશન મળશે -2020નાં જે પ્રોબેશનલ આઇપીએસ છે તેમને એસ પી તરીકે નિમણૂક અપાશે
-2010ની ડાયરેકટ ડીવાયએસપી બેચને પણ પ્રમોશન મળશે 


આ બેચ મા 62 અધિકારીઓ હતા
જેમાના કેટલાંકને 2017 અને કેટલાંકને 2020માં પ્રમોશન મળ્યું હતું. બાકી રહેલા 25 અધિકારીઓ માંથી 22 ને આ મહિનાનાં અંતમાં પ્રમોશન મળશે
જેમા 16 મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદનાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક સમયે ખૂબ સારી કામગીરી કરી ચૂકેલા ડો. કાનન દેસાઇ પણ આ પ્રમોશન્સનાં લોટમાં એસપી બની જશે.
જોકે પ્રમોશન આપ્યા બાદ પણ તમામ ને વર્તમાન જગ્યાએ જ કન્ટીન્યુ રખાશે  આવતા મહિનાનાં પહેલાં વીકમાં આવી રહેલી IPS ટ્રાન્સફર્સમાં તેમને અન્ય જગ્યાએ મૂકાશે

અમદાવાદ કલેક્ટર સંદીપ સાગળેનુ લોકોએ સાંગલે કરી નાંખ્યું- અમદાવાદ કલેક્ટર સંદીપ સાગળે મૂળ મરાઠી માણુંસ છે- અને એમની મૂળભૂત અટક સાગળે છે, પણ અંગ્રેજી મા “ળ” નો “લ”  લખાય છે એટલે સાગલે લખાય.

અમદાવાદીઓ એ એથીયે આગળ વધીને સંદીપ સાગળેને સંદીપ સાંગલે કરી નાંખ્યા છે. મરાઠીમાં સાગળે અને સાંગલે બંન્નેનાં અલગ અલગ મતલબ થાય છે..

એટલે શરુ - શરુ મા કલેક્ટર સાહેબ સાંગલે સરનેમથી પરેશાન હતાને લોકોને ટોકતા પણ ખરા. પરંતુ , અમદાવાદમાં હવે એક વર્ષ ગાળ્યા પછી તેઓએ અપભ્રંશ થયેલુ સાંગલે સહર્ષ સ્વીકારી લીધુ છે.

એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેઇનિંગ વિભાગના એક ઉચ્ચ અધિકારી કુલડી મા એવો ગોળ ભાંગે છે - જેની ખબર એમના મંત્રીને તો શુ - એના વિભાગના સર્વોચ્ચ અધિકારી ને પણ નથી હોતી.

એમ્પલોયમેન્ટ અને  ટ્રેઇનિંગ વિભાગનો હાલ માંજ એક કાર્યક્રમ હતો જેમા સીએમ ચીફ ગેસ્ટ હતા.

પરંતુ , પ્રોગ્રામનો વિષય નક્કી થયો, રુપરેખા ગોઠવાઇ , એટલે સુધી કે એમા સીએમ ની હાજરી પણ ફીક્સ થઇ ગઇ ને કાર્યક્રમ ની તારીખ પણ આવી ગઇ, ત્યા સુધી ના તો વિભાગનાં મંત્રીને એની જાણ હતી, ના તો વિભાગના સર્વોચ્ચ અધિકારી ને.

જ્યારે કાર્યક્રમમાં પોતાને ઉપસ્થિત રહેવાનું છે તેવી જાણ છેલ્લી ધડી એ મંત્રી ને થઇ - ત્યારે મંત્રી આ અધિકારી પર બરોબર નાં બગડ્યા હતા.
ચર્ચા એ પણ ચાલી કે નવોદિત મંત્રીને છેક સુધી અંધારામાં રાખવાનું કારણ શું? કોના ઇશારે આ અધિકારી કુલડીમા એકલા એકલા ગોળ ભાંગી રહ્યા હતાં

પ્રિય પાન્ડીયન નું શું ?! -સુરત રેન્જમાં ફરજ બજાવી રહેલા આઇપીએસ રાજકુમાર પાન્ડીયનને  એડીશનલ ડીજી તરીકે પ્રમોશન અપાયુ છે. છેલ્લા એક વર્ષથી પ્રમોશન મેળવ્યા બાદ પણ તેઓ સુરત રેન્જ મા ફરજ બજાવી રહ્યા છે.

જનરલી કોઇ ડીઆઇજી કે આઇજી ને રેન્જ મા રાખી શકાય- પરંતુ , એડીશનલ ડીજીને રેન્જમાં રાખી શકાય નહી

પરંતુ એ છેલ્લા એક વર્ષ થી રેન્જ મા ફરજ બજાવી રહ્યા છે. ત્યારે , વર્તમાન સરકારની નજીક મનાતા પ્રિય પાન્ડીયન નું શું ? શું આવતા મહિને આવનાર સંભવિત બદલીઓમાં પાંડિયનનુ નામ હશે? એ ચર્ચાઓ પોલીસ બેડા મા કુતૂહલ જણાવ્યું છે.

10મી વાયબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણ કેવી રીતે વધે તેની ચર્ચા સરકારમાં અગ્રસ્થાને વિદેશી મૂડીરોકાણમાં ફટકો પડી શકે તેમ હોવાથી રાહુલ ગુપ્તાનું  આત્મનિર્ભર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવવાનું સરકારને સૂચન ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ યોજવા જઇ રહી છે

ત્યારે -ઇન્ડસ્ટ્રી કમિેશ્નર રાહુલ ગુપ્તા એ સીએમ સમક્ષ દહેશત વ્યક્ત કરી છે કે આ વખતે વિદેશી મૂડીરોકાણમાં સૌથી મોટો ઘટાડો થવાની સંભાવના છે,
કોરોના સંક્રમણના કારણે વિદેશમાંથી બિઝનેસ પ્રતિનિધિઓ અગાઉની સમિટની જેમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકશે કે કેમ તે પણ નિશ્ચિત નથી. ત્યારે વાયબ્રન્ટ સમિટમાં વિદેશી મૂડીરોકાણ ઉપરાંત ભારતના ઉદ્યોગજૂથોના રોકાણને આકર્ષવા માટેના પ્રયાસો કરવા તેમણે સૂચન કર્યું છે.

ગુપ્તાનાં સૂચન અનુસાર ગુજરાતમાં હાલ જે કંપનીઓના પ્રોજેક્ટ્સ ઓન ગોઇંગ છે તેમને પણ વાયબ્રન્ટ સમિટમાં મૂકવામાં આવે તેવી ધારણા છે. સાથે આત્મનિર્ભર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવાય તેવી શક્યતા છે.  ઉદ્યોગ વિભાગના સૂત્રોનું માનીયે તોરાજ્યમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ તેમજ માઇક્રો, સ્મોલ અને મિડીયમ ઉદ્યોગો સહિત સ્થાનિક રોજગાર નિર્માણ પર મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

જે ઉદ્યોગો બહાર જવાનું વિચારે છે તેમને રોકીને તેમને વધુ ઇન્સેન્ટીવ આપવાનો પણ  સરકારનો ઇરાદો છે.અગાઉના વાયબ્રન્ટ સમિટમાં સમજૂતી કરાર કર્યા પછી જે ઉદ્યોગો સરકી ગયા છે તેમનેપણ ફરીથી આમંત્રણ અપાશે.
Published by:Margi Pandya
First published: