Home /News /gujarat /Power Corridor: IPS ની બદલીઓ હમણાં દૂર-દૂર સુધી નહી... જ્યારે IAS ના પ્રમોશન્સ એપ્રિલમાં આવશે

Power Corridor: IPS ની બદલીઓ હમણાં દૂર-દૂર સુધી નહી... જ્યારે IAS ના પ્રમોશન્સ એપ્રિલમાં આવશે

વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલ મહિનામાં આ અધિકારીઓને પ્રમોશન મળે તેવી શકયતા છે.

Gandhinagar News: એક ચર્ચા હતી કે બજેટ સેશન પૂરુ થયા પછી ફરી એકવાર બદલીઓનો ગંજીપો ચીપાશે પરંતુ જ્યાં સુધી IPSને લાગે વળગે છે ત્યાં સુધી હાલમાં એકેય કેડરમાં બદલીના એંધાણ નથી.

ગાંધીનગર: આઇએસ હોય કે આઇપીએસ... બદલીનો ગંજીપો એક વાર ચીપાઇ ગયા પછી પણ એમા રહી ગયેલાઓ અથવા તો કોરાણે મૂકાઇ ગયેલાઓની ચટપટી અધૂરી જ રહે છે એટલે હવે બદલીઓ ક્યારે આવશે? એની ચર્ચા અને ઇંતેજારી પૂરી થતી જ નથી.

એક ચર્ચા હતી કે બજેટ સેશન પૂરુ થયા પછી ફરી એકવાર બદલીઓનો ગંજીપો ચીપાશે પરંતુ જ્યાં સુધી IPSને લાગે વળગે છે ત્યાં સુધી હાલમાં એકેય કેડરમાં બદલીના એંધાણ નથી.

ટોચના સૂત્રોનુ માનીએ તો IPS ની બદલીઓ હજુ 6-8 મહિનાઓ સુધી નથી. માત્ર જે જેગ્યાઓ વય નિવૃત્તિ બાદ ખાલી પડી રહી છે, એજ જ્ગ્યાઓ પર નિમણુંકો આવશે. બાકી હાલ જે પ્રમાણે ચાલી રહ્યું છે એજ પ્રમાણે ચાલશે.

જ્યારે ગુજરાત સરકારના ચાર પ્રિન્સિપલ સેક્રેટરીને એડિશનલ ચીફ સેક્રેટરીનું પ્રમોશન આપવામાં આવ્યા પછી હવે સેક્રેટરી પદ માટે લાયક એવા ત્રણથી ચાર આઇએએસ અધિકારીનું પ્રમોશન આવે તેવી સંભાવના છે. 2007ની બેચમાં રેમ્યા મોહન, આદ્રા અગ્રવાલ, રવિશંકર અને સંદીપ સાંગલેનો સમાવેશ થાયછે, જે પૈકી ત્રણ ઓફિસરોને સેક્રેટરીનું પ્રમોશન મળી શકે તેમ છે. એટલું જ નહીં પ્રિન્સિપલ સેક્રેટરીની કેડરમાં પણ ચાર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. કેમ કે આ કેડરમાંથી ઉપરની કેડરમાં પ્રમોશન આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અદાણી બાદ આ ગ્રુપ પર હિંડનબર્ગનો બોમ્બ ફૂટ્યો, ગંભીર આરોપ લગાવ્યાં; કંપનીના શેર 20% તૂટ્યાં

વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલ મહિનામાં આ અધિકારીઓને પ્રમોશન મળે તેવી શકયતા છે. નવા ફેરફારોમાં ઉદ્યોગ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદ પર કાયમી પોસ્ટીંગ થશે. એ ઉપરાંત જે બોર્ડ-નિગમમાં વધારાના હવાલા ધરાવતા અધિકારીઓને પણ તેમાંથી મુક્ત કરવામાં આવશે.

કિરણ પટેલ શું જમ્મુ કશ્મીર પોલીસની સતર્કતાથી પકડાયો છે?જો કોઇ એમ માની રહ્યું હોય કે જમ્મુ કશ્મીરની પોલીસની સતર્કતાને કારણે મહાઠગ કિરણ પટેલ પકડાયો છે તો એ વાતમાં ખાસ દમ નથી. શું કિરણ પટેલ જમ્મુ કશ્મીર પોલીસની સતર્કતાથી પકડાયો છે? એનો સ્પષ્ટ જ્વાબ છે ના. આ પોલીસનુ નહીં પણ પીએમઓના જ ઉચ્ચ અધિકારીઓની સતર્કતાનું પરિણામ છે. કિરણ પટેલ PMOના નામે વર્ષોથી લોકોને છેતરતો આવ્યો છે. એ કંઇ આજકાલની વાત નથી પરંતુ એ રડારમાં ત્યારે આવ્યો. જ્યારે નહી કરવાની જગ્યાએ તેઓએ પીએમઓમાં હોવાની વાર્તા કરી નાંખી.

કિરણ પટેલ પર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ સેન્ટ્રલની વોચ ગોઠવાઇ હતી પરંતુ ગુજરાત ઇલેકશન હોવાને કારણે આ મામલો છેડવાને બદલે ચૂંટણી પૂરી થઇને સરકાર ઠરીઠામ થયા બાદ એની પર એકશન લેવાયા છે. વર્ષોથી ખોટી આભા થકી નિર્દોષ જનતાને છેતરીને પોતાનુ સામ્રાજ્ય વિસ્તારી રહેલા આ મહાઠગને જમ્મુ કશ્મીર પોલીસે નહી પણ પીએમઓના જ અધિકારીઓએ એક ગુગલીમાં ક્લિન બોલ્ડ કરી દીધો છે.

ગુજરાતમાં ગન લાયસન્સ? હવે વાત જ ભૂલી જાવ

જો તમે ગન લાયસન્સ માટે કતારમાં હોવ તો એ આશા હવે ધૂંધળી બની રહેશે. ગુજરાતમાં ગન લાયસન્સ મેળવવું હવે કપરુ જ નહી પણ લગભગ અશક્ય બની જશે. ગન સાયન્સ વધવાથી રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધશે, એવુ રાજ્યના ટોચના નેતૃત્વનું માનવું છે. અને ગુજરાતના નાગરિકોની રક્ષા કરવા ગુજરાત પોલીસ છે. સ્વરક્ષા માટે લાયસન્સ વસાવવું જરુરી નથી એમ પણ તેઓનું માનવું છે. જેને લઇને હવે રાજ્યમાં જે મેટ્રોપોલિટન સિટીઝ છે તેમના પોલીસ કમિશ્નરોને નવાં ગન લાયસન્સને મંજૂરી નહી આપવા મોઘમમાં સૂચના આપી દેવામાં આવી છે. સીધા સીએમની ભલામણ વગર એકપણ અરજી પર હવે સુનાવણીના ચાન્સીસ પણ નથી.

આ પણ વાંચો: જેલમાં બંધ સિદ્ધૂની પત્નીને ગંભીર બીમારી, પતિને કેમ એવું લખ્યું... માફ કરજો

નીચે થી રીજેક્ટ થઇને ઉપર અપીલમાં ગયેલી લાયસન્સ અરજીઓ પર સુનાવણીની ડેટ પણ હવે નહીં મળે એ નિશ્ચિત બન્યુ છે. રાજ્યમાં વખત જતા અન્ય કેટલાક રાજ્યો જેવું કલ્ચર પેદા ન થાય એ માટે સીએમ એ પાણી પહેલા જ પાળ બાંધવી શરુ કરીછે.પીએમ મોદી સાથે વાતચીત દરમ્યાન અધિકારીઓની ડાયરીઓ ભરાઇ ગઇ

મોદી શા માટે મોદી છે અને શા માટે તેઓ જનતાનાં આટલા માનીતા છે એનો સ્વ અહેસાસ ફરી એકવાર તાજેતરમાં પીએમ મોદીની ગુજરાત વિઝિટ દરમ્યાન તેઓ સાથે બેઠકમાં શામેલ લગભગ તમામ અધિકારીઓને થઇ ગયો છે.

આ બેઠકમાં ગુજરાતના વિકાસ રોડ મેપથી લઇને પાણી, રોડ, રસ્તા, ટુરીઝમ, બજેટથી લઇને પેન્ડીંગ પ્રોજેક્ટસ જેવા લગભગ તમામ વિષયો પર પીએમ મોદીએ સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પીએમનુ વિઝન તેમની યાદ શક્તિ અને અધિકારીઓ પાસે હોય એના કરતા પણ વધુ-તમામ પ્રોજેક્ટસ વિશેની ડીટેઇલ માહિતીથી પીએમ એ અધિકારીઓને ચક્કર ખવડાવી દીધા હતા.

પીએમ મોદીની અસ્ખલિત વાણી, સાતત્ય અને વિઝન સામે અધિકારીઓને પોતાની યાદશક્તિ અને અનુભવ ટૂંકા પડતા હોવાનું જણાયુ હતુ. મોદી સાથેની વાતચીતમાં મહત્વના મુદ્દાઓ ટપકાવવામાં પણ અધિકારીઓની ડાયરીઓ ભરાઇ ગઇ હતી. પીએમ એ તેમની ગુજરાત વિઝિટ દરમ્યાનની આ બેઠકમાં સૌથી વધુ મહત્વ ટુરીઝમ અને પેન્ડીંગ પ્રોજેક્ટસને આપ્યુ હતુ.

બાપુ તો બાપુ છેગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાના પૌત્રનું રિસેપ્શન રવિવારે મોડી સાંજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે યોજાયુ હતું. આ રિસેપ્શનમાં અધિકારીઓ, નેતાઓ અને કાર્યકર્તાઓનું જાણે કિડીયારુ ઉભરાયુ હતુ. તે એટલે સુધી સરકીટ હાઉસની આજુબાજુ અને રોડ પર દૂર દૂર સુધી કાર પાર્કીંગ માટે જગ્યાઓ અવેલેબલ નહોતી. આ સમગ્ર સમારોહમાં બાપુ નાનામાં નાના કાર્યકર્તાને નામથી સંબોધીને ગળે વળગીને, ભેટી- ભેટીને મળ્યા હતા. જે કાર્યકર્તાઓ માટે એક સુખદ આશ્ચર્ય હતું.

આ પણ વાંચો: આ 'ઝટકા' મશીન તમારા પાકને પ્રાણીઓથી બચાવશે, જાણો કિંમત અને સુવિધાઓની વિગતો

આ સમગ્ર સમારોહમાં ઝેડ સિક્યોરિટી ધરાવતા લોકસભાના સાંસદ અને જમ્મુ કશ્મીરના પીઢ નેતા ફારુક અબ્દુલ્લાની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. ઉલ્લેખનીય છે કે, રિસેપ્શનનાં આગલા દિવસે નેતા અખિલેશ યાદવ પણ બાપુના વંસત વિહાર બંગલે પર્સનલ મુલાકાત કરી ગયા હતા. નેતાઓ સાથે સિનિયર આઇએએસ-આઇપીએસ અધિકારીઓ પણ આ પ્રસંગે એક મંચ પર જોવાયા હતા.

સામાન્ય રીતે જ્યારે માણસ પાસે સત્તા હોય ત્યારે જ આ પ્રકારનું ફેન ફોલોઇંગ જોવા મળતું હોય છે. પરંતુ સત્તા વિમુખ હોવા છતાં બાપુની અધિકારીઓમાં પણ આટલી ચાહના જોઇને ઘણાં કહેતા હતા કે બાપુ તો બાપુ છે.

સફી હસન કો નીંદ કર્યું નહીં આતીસામાન્ય રીતે પોલીસને જોઇને લોકોમાં ડર ઘૂસી જાય છે. ત્યારે સરકારમાં એવા પણ અધિકારી છે કે જેમને જોઇને લોકોને ડર નહીં, સામેથી ફરિયાદ કરવાનું મન થઇ જાય. સરકારી કર્મચારીઓ નોકરીના આઠ કલાક પુરા થયા પછી ઘરે જઇને આરામ કરતા હોયછે. ત્યારે અમદાવાદના એક યુવાન આઇપીએસ અને ડીસીપી સફિન હસન નોકરીનો સમય પૂર્ણ થયા પછી રાત્રે પણ ડયુટી કરતા જોવા મળ્યા છે.

રાત્રિના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અનેક ફરિયાદો આવતી હોય છે પરંતુ તેનો નિકાલ થતો નથી. આ અધિકારી એક રાત્રે સાદા કપડાંમાં કાલુપુર વિસ્તારમાં ગયા હતા અને મુસાફરોને ભાડામાં લૂંટતા અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સાથે બેસીને તેમને સમજાવ્યા હતા. ચાર કલાક સુધી તેમણે આ બેઠક કરી હતી.

સાથીઓ દ્વારા તેમને પૂછવામાં આવતા તેઓ કહે છે કે મારી નાઇટ ડ્યુટી ન હતી પરંતુ રેલવે સ્ટેશન પર મળતી ફરિયાદોને કારણે હું મારી ફરજ સમજીને સરપ્રાઇઝ વિઝિટ કરવા ગયો હતો. સામાન્ય નાગરિકોને રાહત મળે તે માટે હું આ રીતે વિઝિટ કરતો રહેવાનો છું.

પાર્ટી ટાઈમ

ઘણાં લાંબા સમયથી પેન્ડીંગ એવા એસીએસના પ્રમોશન આપી દેવાતા જયંતિ રવિ, જે.પી. ગુપ્તા, એસ.જે. હૈદર, અંજુ શર્મા સ્વાભાવિક પણેજ ખુશખુશાલ જણાઇ રહ્યા છે. જયંતિ રવિ તો હાલ ગુજરાત બહાર છે ત્યારે બાકીના ત્રણ અધિકારીઓએ ભેગા મળીને પ્રમોશન્સ જાહેર થતાં જ મોડી સાંજે સચિવાલય બહાર પાર્ટી કરી હતી અને એક જગ્યાએ એકઠા થઇને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gandhinagar News, Gujarat IAS Transfer, Power Corridor news