Home /News /gujarat /

પોરબંદર-મુંબઈ વચ્ચેની જેટ એરવેઝની વિમાની સેવા આજથી બંધ

પોરબંદર-મુંબઈ વચ્ચેની જેટ એરવેઝની વિમાની સેવા આજથી બંધ

છેલ્લા 16 વર્ષથી કાર્યરત પોરબંદર-મુંબઈ વચ્ચેની જેટ એરવેઝની વિમાની સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે. આજથી પોરબંદર વિમાની સેવાના નકશામાંથી હાલ પુરતું ભુસાઈ ગયું છે. હવે પોરબંદરના હવાઈ મુસાફરોને નાછુટકે વિમાની પ્રવાસ કરવા માટે રાજકોટ અથવા તો જામનગર લાંબુ થવું પડશે.

છેલ્લા 16 વર્ષથી કાર્યરત પોરબંદર-મુંબઈ વચ્ચેની જેટ એરવેઝની વિમાની સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે. આજથી પોરબંદર વિમાની સેવાના નકશામાંથી હાલ પુરતું ભુસાઈ ગયું છે. હવે પોરબંદરના હવાઈ મુસાફરોને નાછુટકે વિમાની પ્રવાસ કરવા માટે રાજકોટ અથવા તો જામનગર લાંબુ થવું પડશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પોરબંદર# છેલ્લા 16 વર્ષથી કાર્યરત પોરબંદર-મુંબઈ વચ્ચેની જેટ એરવેઝની વિમાની સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે. આજથી પોરબંદર વિમાની સેવાના નકશામાંથી હાલ પુરતું ભુસાઈ ગયું છે. હવે પોરબંદરના હવાઈ મુસાફરોને નાછુટકે વિમાની પ્રવાસ કરવા માટે રાજકોટ અથવા તો જામનગર લાંબુ થવું પડશે.

થોડા સમય પહેલા પોરબંદર-મુંબઈ વચ્ચે છેલ્લા 16 વર્ષથી કાર્યરત જેટ એરવેઝ દ્વારા પોતાની વિમાની સેવાને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ સહિતનાઓએ આ સેવા ચાલુ રાખવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી પણ આ રજૂઆતોનું કાંઈ ઉપજ્યું ન હોય તેમ વિમાની કંપનીના સતાવાળાઓએ આજથી સેવા બંધ કરી દીધી છે.

આ સેવાનો મહત્તમ લાભ સ્થાનિક ઉદ્યોગકારો, સી-ફુડ નિકાસકારો તથા વિદેશમાં વસતા પોરબંદર પંથકના લોકો દ્વારા કરવામાં આવતો હતો. પોરબંદર પંથકના અનેક ગામો તથા બરડા પંથકના અનેક લોકો લંડન, ઈઝરાયેલ, દુબઈ, મસ્કત સહિતના દેશોમાં વસવાટ કરે છે અને આ લોકો દ્વારા મુંબઈથી પોરબંદર પહોંચવા માટે આ એક જ વિમાની સેવા વિકલ્પ હતો.

આ વિમાની કંપની દ્વારા તગડુ ભાડું વસુલવામાં આવતું હતુ, છતાં પણ પુરતા પ્રમાણમાં ટ્રાફિક મળી રહેતો હતો આમ છતાં આ વિમાની સેવા બંધ કરી દેવામાં આવતા રોષ વ્યાપી ગયો છે. પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સ, ધારાસભ્ય, કલેકટર તેમજ બોટ એસોસિએશન દ્વારા સબંધિત સતાવાળાઓને રજૂઆત કરવામાં આવી હતી, છતાં આ રજૂઆત ધ્યાને લેવામાં આવી ન નહતી.

પોરબંદરમાં કાર્યરત એક માત્ર વિમાની સેવા પણ બંધ કરી દેવામાં આવતા, હવે કરોડાના ખર્ચે તૈયાર કરવામા આવેલ પોરબંદર એરપોર્ટનું શું તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે.
First published:

Tags: જેટ એરવેઝ, પોરબંદર-મુંબઇ, બંધ, વિમાન, સેવા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन