Home /News /gujarat /

ગુજરાતના માછીમારોની ઝીણવટભરી માહિતીનો ડેટા તૈયાર કરાશે

પોરબંદરઃ ભારતના દરીયાઈ માછીમારોના વિકાસ માટે સરકાર દ્વારા દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામા આવતી હોય છે.જે અન્નવ્યે હાલ પોરબંદર સહિત ગુજરાતભરમાં માછીમાર વસ્તીગણતરી 2016ની કામગીરી હાથ ધરાઈ છે જેમાં માછીમારોની ઝીણવટીભરી માહીતી એકત્રીત કરીને તેમનો ડેટા તૈયાર કરવામા આવી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પોરબંદરઃ ભારતના દરીયાઈ માછીમારોના વિકાસ માટે સરકાર દ્વારા દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામા આવતી હોય છે.જે અન્નવ્યે હાલ પોરબંદર સહિત ગુજરાતભરમાં માછીમાર વસ્તીગણતરી 2016ની કામગીરી હાથ ધરાઈ છે જેમાં માછીમારોની ઝીણવટીભરી માહીતી એકત્રીત કરીને તેમનો ડેટા તૈયાર કરવામા આવી રહ્યો છે.

કેન્દ્રના ફીશીરીઝ મંત્રાલયના સેન્ટ્રલ મરીન ફીશીરીઝ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા માછીમારોની વસ્તીગણતરી શરૂ કરવામા આવી છે.કેન્દ્ર સરકાર દ્રારા દર પાંચ વર્ષે દરિયાઈ માછીમારોની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત હાલમાં ૧ માર્ચ સુધી આ કામગીરી હાથ ધરાઈ રહી છે.આમતો  દર પાંચ વર્ષે દેશ ભરમાં માછીમારોની વસ્તી ગણતરી હાથ ધરાતી હોય છે.પરંતુ આ વખતે તૈયાર કરાયેલ વસ્તી ગણતરી પત્રકમાં ઝીણવટ ભરી બાબતોનો સમાવેશ કરવામા આવ્યો છે...આ પત્રકમાં અલગ-અલગ 147 જેટલી કોલમો એક પરીવારને ભરવાની થાય છે.

જેમા માછીમારના પરિવાર તેમના શિક્ષણ,આરોગ્ય તેમજ માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલી તમામ બાબતોને આવરી લેવામા આવી છે.માછીમાર વસ્તીગણતરી દ્વારા દેશ ભરના માછીમારોની વસ્તી તેમની આર્થિક સ્થતિનો ચિત્તાર મેળવી ભવિષ્યમાં માછીમારોને લગતી કોઈ યોજના તૈયાર કરતી વેળાએ સરકારને આ ડેટા મદદરૂપ થાય અને માછીમારો અંગેની સચોટ માહીતી ઝડપથી મળી રહે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા તૈયાર કરવામા આવી રહ્યો છે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, દરિયો, માછીમાર

આગામી સમાચાર