Home /News /gujarat /

BPL કાર્ડ ધારકોના નામ યાદીમાંથી રદ કરી દેવાતા લોકોમાં રોષ

BPL કાર્ડ ધારકોના નામ યાદીમાંથી રદ કરી દેવાતા લોકોમાં રોષ

ગરીબ લોકોને વધુ અનાજનો જથ્થો મળે તે માટે રાજ્ય સરકાર 1લી એપ્રિલથી ખાદ્ય સુરક્ષા કાયદાને અમલી બનાવવા જઈ રહી છે. તો બીજી તરફ પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અંદાજે 900 બીપીએલ કાર્ડ ધારકોને વધુ અનાજ મળવાને બદલે તેમના નામ જ બીપીએલની યાદી માંથી રદ કરી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પોરબંદર# ગરીબ લોકોને વધુ અનાજનો જથ્થો મળે તે માટે રાજ્ય સરકાર 1લી એપ્રિલથી ખાદ્ય સુરક્ષા કાયદાને અમલી બનાવવા જઈ રહી છે. તો બીજી તરફ પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અંદાજે 900 બીપીએલ કાર્ડ ધારકોને વધુ અનાજ મળવાને બદલે તેમના નામ જ બીપીએલની યાદી માંથી રદ કરી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપના સ્થાનિક સુઘરાઈ સભ્યને સાથે રાખીને અંદાજે 200થી વધુ લોકોએ પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ પહોંચીને પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમના નામો ફરીથી સામેલ કરવાની માંગણી કરી હતી.

તો આ મામલે પુરવઠા અધિકારી રાઠોડે એવું જણાવ્યું હતુ કે, અત્યાર સુધી પોરબંદર જિલ્લામાં 42 હજાર અંત્યોદય અને બીપીએલકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવતું હતુ, પરંતુ હવે અન્ન સલામતી કાયદો આવવાથી સંખ્યા ઘટવાને બદલે હવે 69 હજાર કુંટુબોને આ યોજનાનો લાભ મળનાર છે.

પરંતુ આ કાયદો આવવાથી અમુક બીપીએલકાર્ડ ઘારકોના નામ સર્વે મુજબ સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે, તો અમુક નામોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેથી જે બીપીએલકાર્ડ ઘારકોના નામ રદ્દ કરવામાં આવ્યા છે તે અંગેની જાણ રાજ્ય સરકારને કરવામાં આવશે અને આગામી સમયમાં સરકાર જે નિર્ણય લેશે તે મુજબની અમલવારી કરવામાં આવશે, તેવું પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
First published:

Tags: નામ, બીપીએલ કાર્ડ, રદ, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन