પોન્ઝી સ્કિમની લાલચમાં ફસાયા દ્રવિડ-સાયના, પડાવ્યા કરોડો રૂપિયા

પોન્ઝી સ્કિમની લાલચમાં ફસાયા દ્રવિડ-સાયના, પડાવ્યા કરોડો રૂપિયા

 • Share this:
  સામાન્ય વ્યક્તિ સાથે આર્થિક છેતરપિંડી થાય તે સામાન્ય વાત છે, પરંતુ આપણા દેશમાં તો દુનિયાના સ્ટાર પણ છેતરપિંડી બાબતે સલામત નથી. આવો જ એક લેટેસ્ટ બાબત સામે આવી છે. બેંગ્લોરની એક ઈનવેસ્ટમેન્ટ કંપનીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ સહિત ઘણા બધા લોકોને નફાની લાલચ આપીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બેડમિન્ટનના પૂર્વ સ્ટાર ખેલાડી પ્રકાશ પાદુકોણ સાથે પણ છેતરપિંડી થઈ છે.

  વિક્ર્મ ઈન્વેસ્ટમેન્ટે પોંજી સ્કીમ શરૂ કરીને લગભગ 800થી વધારે રોકાણકારોના પૈસા ડૂબાડી દીધા છે. આ કંપનીમાં બોલીવૂડ, સ્પોર્ટસ અને રાજનીતિ સાથે જોડાયેલ મોટી-મોટી હસ્તિઓએ રોકાણ કર્યો હતો. પોલીસ અનુસાર, રાહુલ દ્રવિડે આ પોંજી સ્કીમમાં એક કરોડ રૂપિયા લગાવ્યા છે. દ્રવિડને અત્યાર સુધી પોતાનો એક રૂપિયો પણ પરત મળ્યો નથી, જ્યારે પ્રકાશ પાદુકોણને શક થયો તો તેમને પોતાના પૈસા શરૂઆતમાં જ પાછા લઈ લીધા હતા.  સ્પોર્ટ્સ પત્રકાર સુતરામ સુરેશે દિગ્ગજોને ફસાવ્યા

  પોલીસના જણાવ્યા અનુસાર રાઘવેન્દ્ર શ્રીનાથ, એજેન્ટ સુતરામ સુરેશ, નરસિંહમૂર્તિ, કેસી નાગરાજ અને પ્રહલાદની ધરપકડ કરવામાં આવી છે. સુતરામ સુરેશ બેંગ્લોકરના જાણિતા સ્પોર્ટ્સ પત્રકાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુતરામ સુરેશે જ સ્પોર્ટ્સના દિગ્ગજોને આ સ્કીમમાં પૈસા લગાવવા માટે ફસાવ્યા છે. પોજી સ્કીમ હેઠળ 300 કરોડથી વધારેની છેતરપિંડી કરવામાં આવી છે.
  First published:March 13, 2018, 20:39 pm