Home /News /gujarat /પાકિસ્તાનથી દરિયામાં તરતા ગુજરાત આવ્યા ચરસના પેકેટ, અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

પાકિસ્તાનથી દરિયામાં તરતા ગુજરાત આવ્યા ચરસના પેકેટ, અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ પોલીસે હાલમાં 400 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપ્યો છે.

એક અંદાજા મુજબ પાકિસ્તાનથી તરતો દરિયામાં આવેલ સેંકડો કિલો ચરસનો જથ્થો ગુજરાત અને ગીર સોમનાથના દરિયા કિનારે આવી પહોંચ્યો હતો. ગીર સોમનાથ પોલીસે અત્યાર સુધીમાં 400 કિલોથી વધુ ચરસનો જથ્થો અત્યાર સુધીમાં રિકવર કર્યો છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા છેલ્લા એક માસમાં પાંચમી વખત ચરસનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. એક મહિના પહેલા સમુદ્ર માર્ગે તરી આવેલા ચરસના પેકેટ ઘરમાં છૂપાવનાર આરોપી યુવકની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

    એક અંદાજા મુજબ પાકિસ્તાનથી તરતો દરિયામાં આવેલ સેંકડો કિલો ચરસનો જથ્થો ગુજરાત અને ગીર સોમનાથના દરિયા કિનારે આવી પહોંચ્યો હતો. ગીર સોમનાથ પોલીસે અત્યાર સુધીમાં 400 કિલોથી વધુ ચરસનો જથ્થો અત્યાર સુધીમાં રિકવર કર્યો છે. ત્યારે આ જથ્થો સમુદ્ર કિનારે જે ઈસમોના હાથે લાગ્યો હતો અને તેને મોંઘા ભાવે વેચવાની લાલચે જિલ્લાના અમુક ઈસમો દ્વારા ઘરોમાં સંગ્રહી લેવામાં આવ્યો હતો. આ અગાઉ સુત્રાપાડાના હીરાકોટથી ચરસના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરાઈ હતી ત્યારે વધુ એક આવો જ બનાવ વેરાવળ બંદરમાંથી પણ સામે આવ્યો છે.

    આ પણ વાંચો-વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો

    ગીર સોમનાથ એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ PI એ.બી.જાડેજા, PSI આર.એચ.મારૂ સહિતના સ્ટાફ નવરાત્રી તહેવાર સબબ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ચોક્ક્સ બાતમી મળી હતી કે દરિયામાં તરી આવેલો ચરસનો જથ્થો બંદર વિસ્તારમાં એક યુવાને ઘરમાં છુપાવ્યું છે ત્યારે પોલીસે વેરાવળ ખારાકુવા બારીબાર બંદર વિસ્તારમાં રેઇડ કરતા 25 વર્ષીય યુવક સુનીલ ચુનીલાલ ગોહેલ પોતાના જુના મકાને સીડી પાસેથી માદક પદાર્થ ચરસના પેકેટી નંગ-05 કુલ વજન- 4.9 કીલો ગ્રામ, કીમત રૂપીયા 7.42 લાખના એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે ઝડપાયો હતો. તેના વિરૂદ્ધ વેસવળ સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો- 'હર્ષા ભોગલેએ દીપ્તિ શર્મા રનઆઉટ બાબતે 8 ટ્વીટ કરીને ઈંગ્લેન્ડને ધોઇ નાંખ્યુ!

    ગીર સોમનાથ પોલીસે હાલમાં 400 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપ્યો છે જેની બજાર કિંમત પાંચ કરોડથી પણ વધુ થવા જાય છે ત્યારે હજુ જો કોઈ વ્યક્તિ આ ચરસનો જથ્થો છુપાવ્યો હોય તો તે પોલીસ સામે સમર્પિત કરવો અથવા તો તે વ્યક્તિ નશાખોરીના પદાર્થ વેચવાના એનડીપીએસ ગુનામાં કાયદાની કડક સજાઓ ભોગવવા માટે બાધ્ય બને છે તેમ ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, ગુજરાત, વેરાવળ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन