CM રૂપાણીની ગાડીની વાયરલ તસવીર મામલે સુરતના શખ્સની ધરપકડ

પોલીસે આ મામલે સુરતથી અફરાજ રઝા શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયામાં (social media) મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay Rupani)ની કારનો વીમો (insurance) ન હોવાના દાવા સાથે તસવીર વાયરલ થઈ હતી.

 • Share this:
  હર્મેશ સુખડિયા, અમદાવાદ : મુખ્યમંત્રી રૂપાણીની (CM Rupani) સ્કોર્પિયો (Scorpio) ગાડીની તસવીર સાથે આ ગાડીનો વીમો (Insurance) ન હોવાની તસવીર વાયરલ (Viral) થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિકના નવા કાયદા ( New Motor Vehicle Act)ના અમલીકરણ મુદ્દે વડાપ્રધાન મોદીની કાર અને મુખ્યમંત્રી રૂપાણીની કારની તસવીર વહેતી થઈ હતી. આ મુદ્દે ખોટી માહિતી પ્રસારિત થઈ હોવાના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સુરતથી એક શખ્સની ધરપકડ કરી છે. જોકે સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ થયો હતો એટલે સાયબર ક્રાઇમ બને છે તો સાયબર ક્રાઇમની જગ્યાએ ક્રાઇમબ્રાંચમાં જ કેમ ફરિયાદ નોંધાઇ તે સવાલ પણ ઉભો થતા ફરી એક વાર સાબિત થયું સરકારના કામ માટે એજન્સીઓ તત્પર હોય છે તેવી પોલીસબેડામાં જોરશોરથી ચર્ચા ચાલી છે.
  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના એક શખ્શ અફરાજ રઝા શેખ નામના વ્યક્તિની આજે ધરપકડ કરી લીધી છે. આ શખ્શ દ્વારા તાજેતરમાંજ સોસીયલ મીડિયા પર સરકારી સ્કોર્પિયો ગાડીની વિગતો વાયરલ કરવાના ગુના બદલ ધરપકડ કરી છે. આ શખ્શ દ્વારા સરકારી ગાડી નંબર:GJ 18 G 9085 વાહનનો ખોટો રેકોર્ડ બનાવી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જે અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના શખ્શને દબોચી લીધો છે...તાજેતરમાં જ મોટરવહિકલ અકેટની જોગવાઈ અને નિયમો તથા દંડની રકમ સરકારે જે વધારો ઝીક્યો છે જેને લઈને સામાન્ય નાગરિકોએ સરકારી ગાડીઓની કેટલા નિયમોનું પાલન કરે છે તેની વાસ્તવિકતા જાહેર કરવાનું શરુ કરી દીધું છે. જેને પગલે સરકારના પેટમાં તેલ રેડાતા સરકારે પોતાની સત્તાની રુહે સામાન્ય નાગરિકો ઉપર કાયદાનો ગાળિયો કસવાનું શરુ કરી દીધું હોવાનું ઉદાહરણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂરૂ પાડ્યું છે. ત્યારે શહેરની ટોપમોસ્ટ ગણાતી એજન્સીઓ સરકારના ઈશારે નાચવા માટે હરહંમેશ માટે તૈયાર અને ઉત્સુક રહેતી હોય છે તે ફરી એક વાર સાબિત થયું છે.
  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે 'આ ફરિયાદ કરણકુમાર પ્રમોદકુમાર ધાનેજા કે જેઓ ગાંધીનગર એમ.ટી વિભાગ એટલેકે મિકેનિકલ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવે છે તેમણે આપી છે. આ વિભાગ ગુજરાત પોલીસ વિભાગનો ભાગ ગણવામાં આવે છે. આજ વિભાગના અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાબડતોબ 24 કલાકની અંદર જ આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બાન્ચે જે આરોપી પકડ્યો છે તેણે ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ગાડી આરટીઓ ના કેટલા નિયમોનું પાલન કરે છે તેની હકીકત સોસીયલ મીડિયામાં વાયરલ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ મળતા તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી દ્વારા  GJ-18-G-9085 નંબરની ગાડીમાં ફિટેનશને લગતી માહિતી અને વેલિડિટી તથા ઇન્શ્યોરન્સ અંગેની માહિતી તદુપરાંત પીયુસી અંગેની માહિતી ખોટી દર્શવામાં આવી હતી.'  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર
  આરોપી અફરાજ રઝા શેખ એક ખાનગી ન્યુઝ વેબસાઈટનો પત્રકાર પણ હોવાનું સામે આવ્યું છે. હાલ  આ આરોપીને સુરતથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવાની તજવીજ હાથધરવામાં આવી છે. હાલ તો અન્ય ટ્વીટર એકાઉન્ટની પણ માહિતીઓ ક્રાઇમબ્રાંચે એકત્ર કરી છે અને તપાસ કરી છે. આમ તો સાયબર ક્રાઇમનો કોઇ બનાવ હોય તો ફરિયાદીને સાયબર ક્રાઇમ મોંકલવામાં આવે છે પણ આ સરકારની બાબત હોવાથી ક્રાઇમબ્રાંચે ગુનો નોંધ્યો હોવાની ચર્ચા પણ પોલીસબેડામાં ચાલી છે.
  Published by:Jay Mishra
  First published: