Home /News /gujarat /વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓનું કરશે ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓનું કરશે ખાતમુહૂર્ત

નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રમાસ દરમિયાન તેઓ વડોદરા કેવડિયા અને માનગઢ ખાતે મુલાકાત લેવાના છે. વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે.

વધુ જુઓ ...
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી જાહેરાત ગણતરીના દિવસોમાં થઈ શકે છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રમાસ દરમિયાન તેઓ વડોદરા કેવડિયા અને માનગઢ ખાતે મુલાકાત લેવાના છે. આ મુલાકાત બાદ જ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે


સંભવીત આગામી બીજી નવેમ્બરે ગુજકાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. સચિવાલયમાં અધિકારીઓને અંદર ખાને પહેલી નવેમ્બર સુધીમા તમામ કામો પૂરા કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે ત્યાંથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

IAF ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત


ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેઓ આઈ.એ.એફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જવા રવાના થશે. પ્રધાનમંત્રી રાત્રી રોકાણ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે કરવાના છે. તારીખ 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ પ્રોબેશનરી આઈએએસ ઓફિસરો સાથે સંવાદ પણ કરવાના છે.

થરાદમાં વિકાસના કામોનું વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી અમદાવાદ એરપોર્ટ પર જશે અને અમદાવાદ એરપોર્ટથી થરાદ જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી થરાદમાં વિકાસના કામોનું વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદમાં નરેન્દ્ર મોદી રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલા માનગઢ હિલની મુલાકાત લેશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ તેઓ પ્રત્યક્ષ હાજરી આપવાના છે . આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પીએમ મોદીનાં આગમનને લઇને તૈયારીઓની સમીક્ષા કરવામા આવી હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarat Elections, Gujarat Visit, Narendra modi gujarat visit

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन