પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે, નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે

પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે, નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે
પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે, નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે

કચ્છમાં 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂહુર્ત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે

  • Share this:
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી તેવી શક્યતા છે. પીએમ મોદી  15 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન પીએમ ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે. આ સિવાય ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ખાતમૂહુર્ત કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કચ્છમાં 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂહુર્ત કરવા માટે આગામી 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે.પ્રધાનમંત્રી આ પાર્કના ખાતમૂહુર્ત ઉપરાંત માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. આ ડિસેલિનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાન મોદીના હસ્તે શરૂ કરવા જઇએ છીએ. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસનુ ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - સારા સમાચાર : AIIMSના ડાયરેક્ટરે કહ્યું - જાન્યુઆરી સુધી મળી શકે છે વેક્સીનની ઇમરજન્સી એપ્રૂવલ

આ પહેલા પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:December 03, 2020, 17:50 pm

ટૉપ ન્યૂઝ