VS હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, કહ્યું- અમદાવાદને સલામ

News18 Gujarati
Updated: January 17, 2019, 6:55 PM IST
VS હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટિવલનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, કહ્યું- અમદાવાદને સલામ
17મીએ વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ વીએસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.

17મીએ વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ વીએસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં છે. તેમના આગમનની અમદાવાદ અને ગાંધીનગરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 17મીએ વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદમાં વીએસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ  કર્યું હતું.  આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

અહીં ક્લિક કરી વાંચો ક્યારેક ટ્યૂશન કરી ગુજરાન ચલાવતો, આજે તેની કંપની 850 કરોડમાં ખરીદાઇ

વીએસ હોસ્પિટલના ઉદ્ધાટન સમારોહમાં પીએમ મોદીએ લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે આવનારા સમયમાં મોટી સંખ્યામાં રોજગારી મળી રહેશે. જેમાં ખાસ કરીને ડોક્ટર, નર્સ સહિત મેડિકલ સ્ટાફની માગ વધશે જેનો સીધો ફાયદો રાજ્યના યુવાનોને થશે.વડાપ્રધાન મોદીએ હાલમાં જ દેશમાં આર્થિક રીતે પછાત ગરીબ પરિવારને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સૌથી પહેલા નવો કાયદો રાજ્યમાં લાગુ કર્યો. સાથે તેઓએ જણાવ્યું કે હું સ્પષ્ટ કહું છું કે 10 ટકા અનામત અન્ય વર્ગોને મળતી અનામતની ટકાવારી સાથે છેડછાડ કર્યા વગર આપવામાં આવી છે. આવું થવાથી સામાજિક સમરસતા વધશે.



વીએસ હોસ્પિટલના ઉદ્ધાટન સમારોહમાં સંબોધન બાદ વડાપ્રધાન મોદી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં તેઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે ગુજરાતના અલગ-અલગ ભાગમાંથી સ્ટ્રીટ વેન્ડરથી લઇને શોપિંગ મોલ સુધીના વેપારીઆ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા છે, હસ્તશિલ્પિઓથી લઇને ઇલેક્ટ્રોનિક્સ અને હોટેલ રેસ્ટોરાં સાથે જોડાયેલા કારોબારી પોતાના ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર કરવા અહીં આવ્યા છે. સામાન્ય રીતે મોટા બિઝનેસ સમિટની સાથે આ પ્રકારનું આયોજન આપણે વિદેશમાં જ જોતા આવ્યા છીએ, હવે વાયબ્રન્ટ ગુજરાતની સાથે જ અહમદાબાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત સરાહનીય છે.
First published: January 17, 2019
વધુ વાંચો
अगली ख़बर