Home /News /gujarat /

PM મોદીએ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેક્ટનું કર્યું શિલાન્યાસ, 150 બેડની બનશે હોસ્પિટલ

PM મોદીએ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેક્ટનું કર્યું શિલાન્યાસ, 150 બેડની બનશે હોસ્પિટલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેક્ટ શિલાન્યાસ

પીએમ મોદી (PM Narendra Modi) એ શ્રીમદ રાજચંદ્ર વેટરનરી હોસ્પિટલનો શિલાન્યાસ (shrimad rajchandra mission dharampur) પણ કર્યો. પીએમઓ (PMO) એ કહ્યું કે લગભગ 70 કરોડ રૂપિયાના ખર્ચે 150 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું

    shrimad rajchandra mission dharampur : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત (Gujarat)ના વલસાડ (valsad) જિલ્લામાં ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશનના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. (Azadi ka Amrit Mohotsav) વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની મહિલા શક્તિને આગળ લાવવાની જવાબદારી આપણા બધાની છે." તેમણે કહ્યું કે બહેનો-દીકરીઓ સામે આવી રહેલા દરેક અવરોધને દૂર કરવાનો કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, જે તેમને આગળ વધતા રોકે છે. (PM MODI Gujarat Projects Inaugurate)

    ભારત પશુઓ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે

    પીએમ મોદીએ શ્રીમદ રાજચંદ્ર વેટરનરી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો. પીએમઓએ કહ્યું કે લગભગ 70 કરોડ રૂપિયાના ખર્ચે 150 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને પશુચિકિત્સકો અને સહાયક સ્ટાફની સમર્પિત ટીમ હશે. આ હોસ્પિટલ પ્રાણીઓની સારસંભાળ અને જાળવણી માટે પરંપરાગત દવાઓની સાથે સર્વગ્રાહી તબીબી સંભાળ પૂરી પાડશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યયું કે, આજે ભારત જે સ્વાસ્થ્ય નીતિનું પાલન કરી રહ્યું છે. તેમાં આપણી આસપાસના દરેક જીવના સ્વાસ્થ્યની ચિંતા રહેલી છે. ભારત માનવ તેમજ પ્રાણીઓ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે.



    200 કરોડના ખર્ચે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું શિલાન્યાશ

    પ્રધાનમંત્રીએ આશરે 200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચ સાથે સાંજે 4:30 કલાકે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. તે અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 250 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

    આ પણ વાંચોઅમદાવાદ : સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની મંજુરી, મહિલાઓ માટે વરદાનરૂપ

    આ સિવાય પીએમ મોદીએ 'શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન'નો શિલાન્યાસ પણ કર્યો. તે 40 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવી રહ્યું છે અને તેમાં મનોરંજન, સ્વ-વિકાસ માટેના વર્ગો, આરામ વિસ્તારો વગેરેની સુવિધાઓ હશે. પીએમઓએ કહ્યું કે આ સંસ્થા 700 થી વધુ આદિવાસી મહિલાઓને રોજગાર આપશે અને બાદમાં હજારો અન્ય લોકોને આજીવિકા પ્રદાન કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Pm modi in gujarat, PM Modi speech, પીએમ મોદી, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, વલસાડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन