Home /News /gujarat /ગુજરાત રોજગાર મેળો: PM મોદીએ કહ્યું, કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છે
ગુજરાત રોજગાર મેળો: PM મોદીએ કહ્યું, કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છે
કેન્દ્ર સરકાર 10 લાખ રોજગાર
PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે, તેમની સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'રોજગાર મેળા' માટેના વિડિયો સંદેશમાં તેમણે કહ્યું કે, યુવાનો માટે સરકારી નોકરીઓની સંખ્યામાં પણ વધારો થશે.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે, તેમની સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'રોજગાર મેળા' માટેના વિડિયો સંદેશમાં તેમણે કહ્યું કે, યુવાનો માટે સરકારી નોકરીઓની સંખ્યામાં પણ વધારો થશે. ભાજપ શાસિત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાયેલા 'જોબ ફેર'માં ગુજરાત પંચાયત સેવા બોર્ડ દ્વારા 5,000 નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાત સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડ અને લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા 8,000 નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને નિમણૂક પત્ર આપ્યા હતા.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'ધનતેરસના પવિત્ર દિવસે અમે રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાનું આયોજન કર્યું હતું, જેમાં 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.' તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે આવા મેળાઓનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, આવનારા મહિનાઓમાં પણ આવા રોજગાર મેળાઓ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે યોજાતા રહેશે.
સરકારી નોકરીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. યુવાનોને આપવામાં આવતી સરકારી નોકરીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.
PMએ ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિની પ્રશંસા કરી
તેમણે નવનિયુક્ત લોકોને કહ્યું કે, તમારી નિમણૂંક ઝુંબેશને છેલ્લા માઈલ સુધી લઈ જવામાં અને સરકારી યોજનાઓને વિસ્તારવામાં મદદ કરશે. મોદીએ રોજગારીની તકો ઊભી કરવા માટે ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિની પ્રશંસા કરી, અને વર્ગ III અને IV ની ભરતી માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયાના અંતની પ્રશંસા કરી હતી.
2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય
તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ઘણો વિકાસ કરવાની જરૂર છે અને તમારે સમાજ અને દેશ પ્રત્યેની તમારી ફરજ બજાવવી જોઈએ. વડા પ્રધાને કહ્યું કે, તેમને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર 2022 માં એક વર્ષમાં 35,000 લોકોને સરકારી નોકરી આપવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લગભગ સફળ રહી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર