Home /News /gujarat /આજે માતાની પાસે જઈ શક્યો નથી, દેશની માતાઓના આર્શીવાદ મળ્યા: PM નરેન્દ્ર મોદી

આજે માતાની પાસે જઈ શક્યો નથી, દેશની માતાઓના આર્શીવાદ મળ્યા: PM નરેન્દ્ર મોદી

PMએ કરહલમાં એક સ્વયં સહાયતા સમુહના કાર્યક્રમને સંબોધ્યો હતો.

મધ્યપ્રદેશના કરહલમાં એક સ્વયં સહાયતા સમુહના કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે હું મારી માતાને મળી શક્યો નથી પરંતુ દેશની માતાઓના આર્શીવાદ મને મળ્યા છે. પીએમએ કહ્યું કે શ્યોપુર અને કરહલના લોકોને આજે 8 બાબતોની જવાબદારી સોંપવા માટે આવ્યો છું.

વધુ જુઓ ...
    કરહલઃ મધ્યપ્રદેશના કરહલમાં એક સ્વયં સહાયતા સમુહના કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે હું મારી માતાને મળી શક્યો નથી પરંતુ દેશની માતાઓના આર્શીવાદ મને મળ્યા છે. પીએમએ કહ્યું કે શ્યોપુર અને કરહલના લોકોને આજે 8 બાબતોની જવાબદારી સોંપવા માટે આવ્યો છું. કાર્યક્રમમાં હાજર મહિલાઓને સંબોધતા મોદીએ કહ્યું કે કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારું છું કે માતાની પાસે જઉં, તેમને પગે લાગુ પરંતુ આ વખતે હું માતાની પાસે તો જઈ શક્યો નથી. જોકે આજે લાખો માતા-બહેનોએ મને તેમના આર્શીવાદ આપ્યા છે. મારા માટે ખૂબ ખુશીની વાત છે.

    આ ચિત્તાઓના સન્માનમાં તાળીઓ વગાડો

    પીએમ મોદીએ કહ્યું કે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડવાની તક મળી છે. દૂરના દેશથી મહેમાનો આવ્યા છે. આ ચિત્તાઓના સન્માનમાં તાળીઓ વગાડો. હું મધ્યપ્રદેશ અને દેશના લોકોને અભિનંદન આપું છું. સ્વયં સહાયતા સમુહની મહિલાઓને સંબોધિત કરતા પીએમએ કહ્યું કે દેશની છોકરીઓ ક્યારેય કોઈથી પાછળ રહી નથી. મધ્યપ્રદેશમાં જળ પરિયોજનાઓનો સમુહ હાથમાં છે. અમારું લક્ષ્ય છે કે દરેક ગ્રામીણ પરિવાર અભિયાન સાથે જોડાય. સ્વય સહાયતા અભિયાનમાં ઘણી બહેનો જોડાઈ છે.

    વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટની ખાસ યોજના

    પીએમએ કહ્યું કે સપ્ટેમ્બરનો આ મહીનો દેશમાં પોષ-માહ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ભારતના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરષ્ટ્રીય સ્તર પર મોટા અનાજના વર્ષ તરીકે રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે. ગામની અર્થવ્યવસ્થામાં, મહિલા ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માચટે, તેમના માટે નવી તકો સર્જવા માટે અમારી સરકારો નિરંતર કામ કરી રહ છે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટના માધ્યમથી અમે દરેક જિલ્લાની લોકલ ઉત્પાદોને મોટા બજાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

    દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક બહેન આ અભિયાનમાં જોડાય

    તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં સ્વયં સહાયતા સમુહોને સશક્ત બનાવવામાં અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે સમગ્ર દેશમાં 8 કરોડથી વધુ બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારુ લક્ષ્ય છે કે દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક બહેન આ અભિયાનમાં જોડાય. જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તે ક્ષેત્રમાં, તે કાર્યમાં સફળતા તેની જાતે જ નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.

    દેશમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા

    પીએમએ કહ્યું કે 2014 પછીથી જ દેશ, મહિલાઓનું સન્માન વધારવા, મહિલાઓને આવતા પડકારોનું સમાધાન મેળવવામાં લાગી ગયો છે. શૌચાલય ન હોવાના કારણે મુશ્કેલી પડતી, રસોઈમાં લાકડાના ધુમાડાથી તકલીફ થતી હતી. આ બધી વાતોનો મહિલાઓ સાર રીતે ખ્યાલ છે. દેશમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને, 9 કરોડથી વધુ ઉજ્જવલાના ગેસ કનેક્શન આપીને અને કરોડો પરિવારોમાં નળથી જળ આપીને, તમારું જીવન સરળ બનાવ્યું છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Modi Govornment, Modi govt, Narendra Modi birthday, PM Narendra Modi Live

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन