કોરોના સામે લડવા માટે PM મોદીએ લોકો પાસે માંગી સલાહ, 1 લાખ રૂ.ના ઇનામની પણ જાહેરાત

નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

PM મોદીએ લોકો પાસે @mygovindia પર પોતાના સુઝાવ મોકલવાની અપીલ કરી છે.

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસની (Coronavirus) સામે લડવા માટે દેશમાં સતત સતર્કતા વ્યાપી રહી છે. તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી કોવિડ 19નાં 114 મામલા સામે આવ્યાં છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કોરોના વાયરસ સામે લડવા માટે દેશની જનતા પાસેથી સુઝાવ માંગ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, તમારો આ પ્રયાસ અનેક રીતે મદદ કરી શકે છે.

    પીએમ મોદીએ સોમવારે સાંજે આ અંગે ટ્વીટ કર્યું છે. તમારો પ્રયાસ અનેક રીતે મદદરૂપ થઈ શકે છે. પ્રધાનમંત્રીએ આગળ #indiaFightscprona ઇન્ડિયા ફાઈટ્સ કોરોના હેશટેગનો ઉપયોગ કર્યો છે. તેમણે લોકો પાસે @mygovindia પર પોતાના સુઝાવ મોકલવાની અપીલ કરી છે.



    પીએમ મોદીની ટ્વિટમાં સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટનું બેનર છે. જેની પર એક ચેલેન્જ અંગે જાણકારી આપવામાં આવી છે. જેનું નામ COVID-19 Solution Challenge છે. આ ચેલેન્જના વિજેતાને એક લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

    આ પણ વાંચો : coronavirus: કેન્દ્રનો મોટો નિર્ણય, 31 માર્ચ સુધી બંધ રહેશે દેશની આ બધી સેવાઓ

    આ પહેલા પીએમ મોદીએ સોમવારે સવારે ટ્વિટ કરીને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે એકસાથે મળીને પ્રયાસ કરવાનું કહ્યું હતું. પીએમ મોદીએ વાયરસનો મુકાબલો કરનારા ડૉક્ટર, નર્સ , નગરપાલિકા કર્મીઓની પણ ઘણી જ પ્રસંસા કરી હતી. હેશટેગ ઈન્ડિયા ફાઈટ્સ કોરોનાથી સંબંધિત ટ્વીટમાં મોદીએ કહ્યુ કે, કોરોના વાયરસ સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ પગલાને લોરો દ્વારા રેખાકિંત કરવાથી ડૉક્ટર્સ, નર્સો, નગરપાલિકાનાં કર્મીઓ, એરપોર્ટ કર્મચારીઓ અને અગ્રિમ મોરચા પર ડ્યુટી કરી રહેલા લોકોનુ મનોબળ વધે છે.

    આ પણ વાંચો : 24 કલાકમાં કોરોનાના વધુ પાંચ શંકાસ્પદ દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ

    વિશ્વભરમાં Coronavirusનો ખતરો વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં Coronavirusના 114 થી વધુ લોકોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે, જે આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ એક તરફ, સરકાર કોરોના વિશે જાગૃતિ લાવી રહી છે, ત્યારે વાયરસ અંગે વ્યાપક અફવાઓ પણ ફેલાઇ રહી છે. તેના ઉપાય માટે ભારત સરકારે હવે નવી વેબસાઇટ બનાવી છે. આ વેસબઆટ દ્વારા, લોકો એક ક્લિકે કોરોના વિશેની બધી માહિતી મેળવી શકે છે.

    આ વીડિયો પણ જુઓ
    Published by:Kaushal Pancholi
    First published: