Home /News /gujarat /

PM Narendra Modi Gujarat Visit: પીએમ મોદી ચાર રાજ્યોની જીતની ઉજવણી ગુજરાતમાં કરશે, એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો

PM Narendra Modi Gujarat Visit: પીએમ મોદી ચાર રાજ્યોની જીતની ઉજવણી ગુજરાતમાં કરશે, એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

PM Narendra Modi Gujarat Visit - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી માર્ચે સવારે સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે

    અમદાવાદ : ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી-2022 (Assembly Election Results 2022) ભારતીય જનતા પાર્ટીનો (Bharatiya Janata Party)ભવ્ય વિજય થયો છે. ચાર રાજ્યોમાં ભવ્ય વિજય મેળવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)આવતીકાલથી (11 માર્ચ) બે દિવસીય ગુજરાતના પ્રવાસે PM Narendra Modi Gujarat Visit)આવી રહ્યા છે. એટલે કે ચાર રાજ્યોની જીતની ઉજવણી ગુજરાતમાં (Gujarat)કરશે. તમને જણાવી દઈએ તે ગુજરાતમાં આ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી માર્ચે સવારે સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી ગાંધીનગર સ્થિત કમલમ સુધી પીએ મોદીનો રોડ-શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે. કમલમથી પીએમ મોદી રાજભવન ખાતે પહોંચશે. બપોર બાદ પીએમ મોદી રાજભવન થી જીએમડીસી સેન્ટર અમદાવાદ ખાતેના સરપંચ સંમેલન ખાતે હાજર રહેશે.

    આ પણ વાંચો - Uttarakhand Election Result: ઉત્તરાખંડમાં પુષ્કર ધામી, સતપાલ મહારાજ હાર્યા, મોટો સવાલ હવે કોણ બનશે સીએમ?

    શનિવારે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહેશે

    12મીએ સવારે 11 કલાકે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે. સાંજે પીએમ મોદી અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022 ને ખુલ્લો મુકશે. ખેલ મહાકુંભના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફરશે.

    પીએમ મોદીએ જીત પછી શું કહ્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election Result 2022)માં ભાજપ (BJP)ની જીતને ઉત્સાહ અને ઉજવણીનો દિવસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે ભારતની લોકશાહી (Democracy)ની ભાવના છે. તેમણે કહ્યું, "આ ચૂંટણીમાં દેશના મતદારોએ તેમની શાણપણ બતાવી છે, જે સૂચવે છે કે આગળ શું થવાનું છે." આ સાથે તેમણે પરિવારવાદની રાજનીતિ પર નિશાન સાધ્યું હતું. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું, “આ ચૂંટણીઓમાં મેં સતત વિકાસની વાત કરી. ગરીબોને ઘર, ગરીબોને રાશન, રસી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક વિષય પર ભાજપનું વિઝન લોકો સમક્ષ મુકવામાં આવ્યું હતું. આ સાથે મેં જે બાબત પર ચિંતા વ્યક્ત કરી હતી તે હતી આત્યંતિક પરિવારવાદ.

    આ પણ વાંચો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનો કેસરિયો લહેરાયો, પંજાબમાં AAP ની સુનામી

    તેમણે આગળ કહ્યું, “હું કોઈ પરિવારની વિરુદ્ધ નથી અને મારી કોઈ સાથે અંગત દુશ્મની પણ નથી. મને લોકશાહીની ચિંતા છે. એક યા બીજો દિવસ એવો આવશે જ્યારે ભારતમાં પારિવારિક રાજકારણનો સૂર્યાસ્ત દેશના નાગરિકો કરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election Results, Bharatiya Janata Party, Election Results 2022, ગુજરાત, પીએમ મોદી

    આગામી સમાચાર