નરેન્દ્ર મોદીનો કેવડીયા પ્રવાસ, પીએમના હસ્તે ઉદ્ઘાટન થયેલ પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ

News18 Gujarati
Updated: October 30, 2020, 8:58 PM IST
નરેન્દ્ર મોદીનો કેવડીયા પ્રવાસ, પીએમના હસ્તે ઉદ્ઘાટન થયેલ પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ
નરેન્દ્ર મોદીનો કેવડીયા પ્રવાસ, પીએમના હસ્તે ઉદ્ઘાટન થયેલ પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ

વડાપ્રધાન કેવડીયા ખાતે રાત્રી રોકાણ કરી 31 ઓકટોબરે સરદાર પટેલ જન્મ જયંતિ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ કરશે તેમજ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ પણ કરશે

  • Share this:
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આરોગ્યવન, એકતામોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ, જંગલ સફારી, જેટ્ટી અને બોટિંગ (એક્તા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ તેમજ સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું. એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું. આ વેબ સાઈટ વિશ્વની બહુવિધ 6 ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિગતો પૂરી પાડશે. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા.

પ્રધાનમંત્રીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતા અખંડિતતાનો વિશ્વ સંદેશ આપવા સાથે હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ સ્થળ તરીકે ઉભરી આવે તે માટે રાજ્ય સરકારને પ્રેરણા આપી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ અને વન પર્યાવરણ વિભાગે પ્રધાનમંત્રીના આ સંકલ્પને સાકાર કરવા વિક્રમ જનક સમયમાં આ અનેક પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ પુરા કર્યા છે

વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયેલ પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ

આરોગ્ય વન - માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.એક્તા મોલ - દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક - અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.

જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક) - વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે. જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.જેટ્ટીસ અને એકતા ક્રૂઝ - પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવ્યો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ૬ કિ.મી. સુધી અને ૪૦ મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. એકતા ક્રૂઝની લંબાઈ ર૬ મીટર અને પહોળાઈ ૯ મીટર છે અને ર૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.

યુનિટી ગ્લો ગાર્ડન - પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન અહિં આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે. આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. ૩.૬૧ એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે.

તારીખ 31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાન મોદી આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. વડાપ્રધાન મોદી દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.3ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.


કેકટ્સ ગાર્ડન - સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અહીં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે.  કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.

પ્રધાનમંત્રીએ આ લોકાર્પણ ઉપરાંત કેટલાક પ્રોજકટના ખાતમુહૂર્તની તકિતઓના અનાવરણ પણ કર્યા હતા. જેમાં નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ વગેરે નો સમાવેશ થાય છે. વડાપ્રધાન કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કરી 31 ઓકટોબર ના સરદાર પટેલ જન્મ જયંતિ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પુષ્પાંજલિ કરશે તેમજ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ પણ કરવાના છે. તેઓ કેવડીયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધીની સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે.
Published by: Ashish Goyal
First published: October 30, 2020, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading